ઇમ્પેક ફીનો નિયમ ફરી આવશેે?

ધારાસભાની ચૂંટણી પહેલા મતદારોને ખુશ કરવા સરકારની તૈયારી

શહેરી વિકાસ મંત્રાલય મહાપાલિકા અને પાલિકાઓમાંથી માહિતી એકત્ર કરશે

રાજકોટ શહેરમાં પાર્કીંગ અને માર્જીનની જગ્યામાં નિયમ મુજબ બાંધકામો કરવા માટે અગાઉ ઇમ્પેક ફી નિયમ મુજબ મનપા દ્વારા મંજુરી આપવામાં આવતી હતી. ત્યારબાદ કાયદો રદ થતા અનેક લોકોએ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેતા સરકારની આવક બંધ થઇ ગઇ હોય ફરી વખત ઇમ્પેક ફીનો નિયમ લાવવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના માટે મનપા અને પાલીકાઓમાંથી માહિતી એકત્ર કરવામાં આવશે તેમ ટીપી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
રાજકોટ મહાનગરપાલીકાના ટાઉન પ્લાનીંગ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં માર્જીન અને પાર્કીંગની જગ્યા તેમજ અગાશી ઉપર વધારાનું બાંધકામ કરવા માટે ઇમ્પેક ફી નિયમ હેઠળ
ટાઉન પ્લાનીંગ વિભાગમાં નિયમ મુજબની ફી ભરપાઇ કરી આસામીઓ બાંધકામની મંજૂરી લઇ શકતા હતા. આ નિયમ હેઠળ અનેક બાંધકામો થઇ ગયેલા છે પરંતુ સરકારે ઇમ્પેક ફી નો નિયમ રદ કર્યા બાદ પણ આ નિયમોના ઓઠા હેઠળ અનેક ગેરકાયદેસર બાંધકામો ખડકાઇ ગયા છે. પરીણામે મહાનગરપાલીકાએ લાખો રૂપિયાની આવક ગુમાવી પડી હોય તેમજ આ પ્રકારના બાંધકામો નિરંતર ચાલુ રહેતા સરકારે ફરી વખત ઇમ્પેક ફીનો કાયદો અમલમાં મુકવાકવાયત હાથ ધરી છે. જેના કારણે આડેધડ થતા બાંધકામો અટકશે અને મહાનગરપાલીકાની આવકમાં વધારો થશે.
રાજ્ય સરકારે ઇમ્પેક ફીના નિયમ હેઠળ બાંધકામો થકી મળતી કરોડો રૂપિયાની આવક ફરી વખત ઉભી કરવાનો
નિર્ણય લીધો છે. જેના માટે દરેક મહાનગરપાલીકા અને નગરપાલીકામાંથી માહિતી એકત્ર કરી પાર્કીંગ અને માર્જીનમાં તેમજ અગાશી ઉપર નિયમ મુજબ બાંધકામો થઇ શકતા હોય તો તેને મંજુરી આપવામાં આવે તેનો જવાબ મંગાયો છે. આથી આગામી દિવસોમાં ઇમ્પેક ફી નો નિયમ અમલમાં આવશે તો બાંધકામ વિભાગ તેમજ ટીપી વિભાગ અને ફાયર વિભાગની કામગીરી વધુ સરળી બનશે. હાલ રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

તૈયાર બાંધકામોને લાભ થશે
રાજકોટ શહેરમાં ઇમ્પેક ફીનો નિયમ રદ થયા બાદ અનેક ગેરકાયદેસર બાંધકામો ખડકાઇ ગયા છે. આથી જો ઇમ્પેક ફીનો નિયમ ફરી વખત અમલમાં આવે તો આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો નિયમ અનુસાર ઇમ્પેક ફી ભરી કાયદેસર થઇ શકશે. જેનો હાલમાં તૈયાર થયેલા બાંધકામોને લાભ મળશે તેવું લાગી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ