આજી ડેમે છઠ્ઠ પૂજા કરવા ટોળાં ઊમટ્યા, પોલીસે ડંડા બતાવી ઘરભેગા કર્યા

રાજકોટ: રાજકોટ શહેરમાં કોરોના ફરલી એક વખત બેકાબુ બની ગયો છે ત્યારે કોઈપણ ભોગે કોરોનાને અટકાવવા માટે તંત્ર સઘન પ્રયાસો હાથ ધરી રહી છે પરંતુ તેમ છતાં લોકો અણસમજુ હોય તે પ્રકારે સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી અને માસ્ક પણ પહેરતા નથી ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં ગત સાંજે છઠ્ઠ પૂજા નિમિતે અનેક બિહારી પરિવારોના મોટા ટોળા આજી ડેમ ખાતે ધાર્મિક પૂજા કરવા માટે ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ કંટ્રોલમાં કરવામાં આવતાં તુરંત જ ટ્રાફિક પીઆઇ એસ
એન ગડુ સહિતનો કાફલોદોડી ગયો હતો અને લોકોને કોરોનાથી બચવા માટે ભીડ એકઠી ન કરો
અને ઘરબેઠા જ પૂજા કરો તેવી સમજૂતી આપીનેતમામ લોકોને ઘરભેગા કર્યા હતા પોલીસને જોઈને આંટાફેરા કરવા આવેલા લોકોમાં નાશભાગ મચી ગઈ હતી કોરોના મહામારી સામે લડત આપતા કોરોના વોરિયર્સ ખુબ સારી કામગીરી કરી રહ્યા છે પરંતુ આ કોરોનાને નાથવા
માટે માત્ર તંત્ર નહિ લોકોએ પણ સાથ સહકાર આપવો ખુબ જરૂરી છે લોક ભાગીદારીથી પોલીસ કામ કરી રહી છે અને સહયારા પ્રયાસથી જ કોરોનાથી બચી શકાય છે તે અંગે પોલીસે લોકોને સમજૂતી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ