આજીડેમ અને બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિસીપલ કમિશનર

શુધ્ધ થયેલા પાણીની વિગતો મેળવી

ભારે વરસાદ બાદ આજી ડેમમાં નવા નીર આવ્યા જે રાજકોટની જનતા માટે હર્ષ લાગણી કહેવાય. જેના પગલે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે આજી ડેમ અને બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી. હાલ આજી ડેમમાં 28 ફૂટ પાણી ભરેલ છે.
કમિશનરએ ડેમની ક્ષમતા, ઉપલબ્ધ જળ રાશી, તેમજ હવે આગામી સમયમાં ડેમ ઓવરફ્લો થાય એમ છે ત્યારે
નીચાણવાળાં વિસ્તારોને એલર્ટ મોડ પર રાખવા વગેરે બાબતો અંગે ચર્ચા કરી હતી. કમિશનરએ બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી સમગ્ર પ્લાન્ટ કઈ રીતે કાર્ય કરે છે તેની વિગતો મેળવી હતી તેમજતેમની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થયેલ પાણી અને શુધ્ધ થયેલ પાણીની વિગતો મ્યુનિ. કમિશનરએ મેળવી હતી.
વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સિટી એન્જી. એમ. આર.
કામલીયા, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ