આજથી રોજીંદા વ્યવહારોમાં પણ ગ્રાહકોને ખંખેરશે બેંકો

કૌભાંડો અને ડિફોલ્ટરોએ ડૂબાડેલા નાણાં સામાન્ય ગ્રાહકો પાસેથી વસુલવા હવાતિયા

દેશમાં નોટબંધી સમયે લોકોનાં હાથ ઉપર રહેલી રોકડ રકમ બેંકોમાં ફરજીયાત જમા કરાવવા લોકોને મજબુર કરાયા હતા અને બેંકો નાણાથી ઉભરાઈ ગઇ હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં બેંકીંગ વ્યવસ્થા ખાડેગઇ હોય તેમ બેડલોન અને કૌભાંડોના કારણે બેંકો એન.પી.એ.ના ડુંગર હેઠળ દબાવા લાગી છે અને છેલ્લા સતાવાર આંકડા મુજબ ડિફોલ્ટરો પાસે બેંકોના રૂા.1 લાખ 47 હજાર કરોડની વસુલાત ફસાઈ ગઇ છે ત્યારે બેંકોએ હવે પોતાના તરભાણા ભરવા ગ્રાહકોને રોજીંદા બેંક વ્યવહારોના ‘ડામ’ દેવાના નિયમો ઘડી કાઢ્યા છે.
કેન્દ્ર સરકારે પણ ધૃતરાષ્ટ્રનીતિ અપનાવી લઇ બેંકોને લૂંટનો પીળો પરવાનો આપી દીધો હોય તેમ આજરોજ તા.1 ઓગસ્ટથી કેટલીક બેંકો દ્વારા ગ્રાહકોના ખીસ્સા ખંખેરવા નવા નિયમો અમલી બનાવવામાં
આવી રહ્યા છે.
કોરોનાના કારણે બેંકિંગ ઈન્ડસ્ટ્રીની હાલત કફોડી થઇ ગઇ છે ત્યાં સુધી કે આરબીઆઈના પૂર્વ ગવર્નરે પણ આગામી 6 મહિનામાં એનપીએ વધવાની આશંકા વ્યક્ત કરી છે. જેના પગલે હવે બેન્કોએ કમાણી
માટે નિયમોમાં કેટલાક નવા રસ્તા શોધી કાઢ્યા છે. જેથી રોકડનું સંતુલન જળવાઈ રહે. બેન્કોએ 1 ઓગસ્ટથી મિનિમમ બેલેન્સ પર ચાર્જ લગાવવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત 1 ઓગસ્ટથી 3 ટ્રાન્જેકશન બાદ ગ્રાહકે દરેકટ્રાન્જેકશન માટે બેન્કને ચાંદલા આપવા પડશે.
બેન્ક ઓફ મહારાષ્ટ્ર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેન્ક અને આરબીએલ બેન્કમાં આ ચાર્જ આજથી જ પ્રભાવી થઇ જશે.
બેન્ક ઓફ મહારાષ્ટ્રના કસ્મટર્સે
મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં પોતાના એકાઉન્ટમાં મિનિમમ 2000 રૂપિયા રાખવા જરૂરી છે જો એવું નહી થાય તો શહેરી ક્ષેત્રોમાં 75 રૂપિયા, અર્ધ શહેરી ક્ષેત્રમાં 50 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રોમાં 20 રૂપિયા પ્રતિમાસના દરે પેનલ્ટી ચાર્જ આપવાનો રહેશે. આજ રીતે એક મહિનામાં પણ ત્રણ ફ્રી ટ્રાન્જેકશન બાદ જમા અને ઉપાડ પર 100 રૂપિયા સુધીનો
ચાર્જ લાગશે.
કોટક બેન્કમાં પણ નિયમ બદલાઈ ગયા છે અને બેંક ઓફ
મહારાષ્ટ્રની જેમ અહીં પણ ત્રણ ટ્રાન્જેકશન બાદ ગ્રાહકે ફી ચુકવવી પડશે. મિનિમમ બેલેન્સ ન રાખવા અથવા કોઇ પેમેન્ટ ફેલ થવા પર ગ્રાહકોએ પેનલ્ટી આપવાની રહેશે. ટ્રાન્જેકશન ફેલ થવા પર 25 રૂપિયા અને ડેબીટ કાર્ડ-ક્રેડીટ કાર્ડથી 5 વાર રૂપિયા ઉપાડ્યા બાદ કેશ ઉપાડવા પર દર વખતે 8 રૂપિયા આપવા પડશે.
ઈસીએસ ટ્રાન્જેકશન પર હવે એક્સીસ બેન્ક કસ્ટમર્સે 25 રૂપિયા દર ટ્રાન્જેકશન પર આપવા પડશે. પહેલા આ
ફ્રી હતું. આ ઉપરાંત બેંકે 10 રૂપિયા/20 રૂપિયા અને 50 રૂપિયાના બંડલ પર 100 રૂપિયા પ્રતિ બંડલ હેન્ડલીંગ ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે.રિલેટેડ ન્યૂઝ