અફવાની અસર! વ્યક્તિમાં ભય, તણાવ, ચિંતા વધ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીએ કરેલા સર્વેમાં તારણ

- કોરોના કાળમાં સૌથી વધુ અફવાઓ ફેલાતા રાજ્યમાં હિંસક વાતાવરણ

આપણે સૌ જાણીએ છીએ કે ભારત સહિત સમગ્ર વિશ્વ આજે કોરોનાવાયરસ ની ભયંકર મહામારી સામે લડી રહ્યું છે, સરકાર સૌને ઘરમાં રહેવાની અપીલ કરે છે, આ સમયમાં આપણે કોરોનાવાયરસ સંબંધિત ઘણી માહિતી સોશિયલ મીડિયા પરથી મેળવીએ છીએ, પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાય છે આવી અફવાની લોકમાનસ પર અસર પડે છે.
કોરોનાવાયરસ દરમ્યાન એક અફવા એવી પણ ફેલાવવામાં આવી હતી કે 7-9 સેક્ધડ સુધી તમારો
શ્વાસ રોકી શકો તો તમને કોરોના હોઈ શકે છે, જ્યારે લોકો જાણે જ છે કે તાવ, ખરાબ ગળું, શ્વાસ લેવામાં મુશ્કેલી જે કોરોના ના લક્ષણો છે છતાં આવી અફવાના કારણે લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને પોતાનો શ્વાસ રોકવાની કોશિશ કરે છે આથી વ્યક્તિને પોતાને જ નુકસાન પહોંચે છે.
આજે 20 કરોડ જેટલા ભારતીય વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો ઉપયોગ કરે છે આથી સોશિયલ મીડિયામાં આવતી
અફવાઓએ લોકોના મનમાં ઘર કરી લીધું છે તેનાથી વ્યક્તિ માં ભય, તણાવ અને ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
વા વાયો ને નળિયું ખસ્યું, કોઈએ કીધું કે મેં દીઠો ચોર નસ્ત્ર આ કહેવતને સાર્થક કરતી અફવાઓ કોરોનાકાળમાં ફેલાતી જાય છે જેના કારણે સમગ્ર દેશમાં હિંસક વાતાવરણ ઊભું થયું છે.
લોકડાઉન દરમ્યાન રોજ સાંભળવા મળતી અફવાઓ કે હજી લોકડાઉન વધશે ,અમુક શાકભાજી માં વાયરસ હોય છે આવી અફવાઓ સાંભળીને લોકો
વધુ ચિંતિત બન્યા હતા. જ્યારે ડાયાબિટીસ, હાય બીપી, બ્લડ પ્રેશર ધરાવતા વ્યક્તિ માં કોરોના ઝડપથી ફેલાય છે આવી આવી વાતોના કારણે આવા દર્દીઓ પોતે ઘરમાં જ રહે છે તે બહાર નીકળતાં જ કહે છે અને ડરનો અનુભવ કરે છે અને તે હંમેશા ચિંતિત રહે છે કે મને તો કોરોના નહીં થાય ને. માટે કોઈપણ વાતનો સ્વીકાર કરતા પહેલા તેની ખાતરી કરવી જરૂરી છે… ખોટી અફવાઓથી બચવું અને સાવધ રહેવું…
ક્ષ વસોયા કિંજલ
(મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

કેવી પરિસ્થિતિમાં અફવા વધુ ફેલાય છે

  1. એ પૂરતી માહિતીનો અભાવ હોય છે.
  2. છુટા છવાયા લોકો કરતાં ટોળું જ્યાં હોય ત્યાં વધારે અફવાઓ ફેલાય છે.
  3. શિક્ષિત લોકો કરતા અશિક્ષિત લોકો અફવાનો વધારે સ્વીકાર કરી લે છે.
  4. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં અફવાઓ વધારે ફેલાય છે
  5. યોગ્ય વાતચીતના અભાવને કારણે અફવાઓ વધારે ફેલાય છે.
  6. અફવાની સૌથી વધારે અસર રૂઢિવાદી લોકો પર પડે છે.
રિલેટેડ ન્યૂઝ