બરડા ડુંગરમાં પોરબંદરના સાંસદ ખૂદ માસ્ક પહેર્યા વગર રાશનકીટ વિતરણ કરતા દેખાયા

પોરબંદર,તા.6
પોરબંદર સહિત ગ્રામ્યપંથકમાં ગઇકાલથી સોશ્યલ મીડીયાના વોટસએપ સહિતના માધ્યમમાં તસ્વીરોએ જોર પકડયું છે અને આ તસ્વીરોમાં લોકો પ્રેસ-મીડીયાને પણ એવો સવાલ પુછી રહ્યા છે કે, તેમને નિયમો લાગુ પડે કે કેમ? કે અન્ય કોઇ કારણસર છુટછાટ હોય શકે? આ બનાવ છે પોરબંદરના બરડા ડુંગરમાં રાશનકીટ અને નાસ્તા વિતરણ સમયે પદાધિકારીઓ સહિતના અધિકારીઓએ મોઢા ઉપર માસ્ક સહિત સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યું નહીં હોવાનું સામે આવ્યું છે.
બરડા ડુંગરમાં રાશન કીટ અને નાસ્તા વિતરણ
રાણાવાવ તાલુકાના બરડા ડુંગર નેશ વિસ્તારોની મુલાકાત પોરબંદરના સાંસદ રમેશ ધડુક દ્વારા લેવામાં
આવેલ હતી. કોરોના વાઈરસ (કોવિડ-19) ની મહામારી અંતર્ગત રાશન કીટ તેમજ નાના બાળકો માટે મોટા પ્રમાણમાં નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ મહામારીના લીધે રોજગારી પણ બંધ હોવાથી બાળકોને રૂપીયા 100-100
ની સહાય પણ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત નેશ વિસ્તારના માલધારી લોકોને પડતી મુશ્કેલીઓ પડતી હોવાની પણ ઉપસ્થિત અધિકારીઓએ સાંભળી હતી. તે સમયે સૌ કોઇ મોઢા ઉપર માસ્ક તેમજ સોશ્યલ ડીસ્ટન્સ કીટ દેતીવખતે જળવાયું નહોતું અને ગ્રામ્યપંથકમાં માલધારીના વૃધ્ધોને હાથ પકડીને અડધા ભેટતા હોય તેવી પણ તસ્વીરો ફોટો ઓફ ધ ડે લખીને વાયરલ થઇ હતી.
નિયમ વગર બહાર નિકળેલા લોકોને દંડ થયો હોવાથી સવાલ

સોશ્યલ મીડીયાના માધ્યમથી તેમજ પ્રેસ મીડીયાને પણ અનેક લોકોએ એવો સવાલ કર્યો છે કે, જયારે પોરબંદરમાં લોકડાઉન હતું ત્યારે તેઓ ભુલથી કોઇ વખત માસ્ક પહેર્યુ ન હતું તે વખતે તેઓને પોલીસે રોકીને
દંડ કર્યો હતો તેમજ અમુક વેપારીઓ સામે નિયત સમય પછી બહાર નિકળ્યા હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી તેમજ અનેક વેપારીઓને સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવ્યા હોવા અંગે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા મોટા પદાધિકારીઓ અને હોદેદારો ને કેમ આ પ્રકારની છુટછાટ અપાઇ છે તેવો સવાલ પુછી રહ્યા છે. આ સિવાય પણ શહેરમાં અનેક વખત સ્થાનિક તંત્રના અધિકારીઓ કોરોના સંદર્ભે કાયદાઓનું પાલન પોતે જ જાળવી શકયા નહીં હોવાની પણ તસ્વીરો ફરતી થઇ હતી. જેથી તંત્રએ સૌ કોઇ માટે એક સરખો કાયદો રાખવો જોઇએ તેવું ચર્ચાઇ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ