મોરબીમાં સિરામીક ગોડાઉનમાં જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા

રૂા.8.41 લાખની રોકડ કબ્જે કરાઈ .

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ સીરામીક ફેકટરીના ગોડાઉનની ઓફિસમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂપિયા 8.41 લાખની રોકડ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
બનાવની મળતી વિગત મૂજબ મોરબી તાલુકા પોલીસ ટિમ પેટ્રોલીંગ હોય ત્યારે બાતમી મળી હતી કે લખધીરપુર રોડ પર આવેલ સેનીસ સીરામીક ફેકટરીના ગોડાઉનમાં જુગાર રમ્યા રહ્યો છે
જેથી તાલુકા પોલીસની ટિમ દરોડો પાડતા જુગાર રમી રહેલા જયતીભાઈ પ્રાગજીભાઈ આદ્રોજા, પરષોત્તમભાઈ કેશવજીભાઈ ભોરણીયા, સુરેશભાઈ નારાણભાઈ આદ્રોજા, સંજયભાઈ ગનેસભાઈ વાઘરિયા, ભાવેશભાઈ ઓધવજીભાઈજીવાણી, જેન્તીલાલ મૂળજીભાઈ સેરસીયા, હાર્દિક લાભુભાઈ માકાસણા અને રાજેશભાઇ જશવંતભાઈ કનીજા સહિતના આઠ શખ્સૌને પતા રમતા રંગે હાથ ઝળપી લીધા હતા તેની પસેથી રૂપિયા 8.41 લાખ રોકડ કબજે કર્યા હતા આ
જુગાર કેટલા સમયથી રમતો બીજું કોણ કોણ અહીં રમવા આવતું તે અંગેની વધુ તપાસ પોલિસ ચલાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ