મોરબીમાં સફાઈના સાધનોય નથી? રાજકોટથી મશીન મંગાવી કરાતું કામ

આડે દિવસે ગંદકીથી ખદબદ મોરબીને ચૂંટણીમાં સ્વચ્છ બનાવાશે

મોરબીમાં રાત્રીના સમયે રાજકોટ કોર્પોરેશનના વાહનો અને મશીનરી દ્વારા સફાઈ અભિયાન ચાલી રહ્યું છે મોરબી પેટા ચૂંટણી નજીક છે ત્યારે રાજકોટથી વાહનો અને મશીનરી મંગાવીને સફાઈ અભિયાન ચાલી રહ્યું છેે. જોકે મોરબી નગરપાલિકા ક્યારે આવા જરૂરી વાહનો વસાવશે તે મોટો પ્રશ્ન છે.
મોરબીમાં દિવાળીનો તહેવાર
નજીક હોય જેથી સફાઈ અભિયાન ખરેખર થવું જોઈએ જોકે દર વર્ષે એવું કોઈ સફાઈ અભિયાન જોવા મળતું નથી અને હાલ સફાઈ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે જેથી પેટા ચૂંટણીને ધ્યાને લઈને જ સફાઈ થતી હોય તેવું લોકો માની રહ્યા છે વળી એટલું જ નહિ સફાઈ માટે રાજકોટથી ખાસ વાહનો અને મશીનરી પણ રાતોરાત આવી પહોંચી છે અને શહેરના વિવિધ રોડ રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે મોરબી નગરપાલિકા પ્રમુખ પણ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે અને હવે સફાઈ અભિયાન ચાલે છે જોકે આવું સફાઈ અભિયાન અગાઉ ક્યારેય યોજવામાં આવ્યું ના હોય જેથી પ્રશ્નો થવા સ્વાભાવિક જ છે અગાઉ મોરબીમાં રાજ્યકક્ષાની સ્વતંત્રપર્વની ઉજવણીકરવામાં આવી હતી તે સમયે પણ રાજકોટ અને જામનગરથી વાહનો તેમજ મશીનો મંગાવીને સફાઈ કરવામાં આવી હતી. જોકે હાલ પેટા ચૂંટણી નજીક છે ત્યારે પાંચ વર્ષમાં ના કરી હોય તેવી સફાઈ થોડા દિવસોમાં કરી નાખવા
તંત્ર કટિબદ્ધ છે જે સફાઈ અભિયાનથી કોને ફાયદો થશે તે પણ મતદારો સારી રીતે સમજે છે પરંતુ અહી પ્રશ્ન એ છે કે શું માત્ર ચૂંટણી સમયે જ સફાઈ કરાવશો બાકી ગંદકી હોય તો ય તમારા પેટનું પાણી નહિ જ હલે ? સફાઈ કામગીરી માટે સાધનો રાજકોટથી મંગાવવા પડે છે તો શું મોરબી નગરપાલિકા આવા સાધનો વસાવવા ઇચ્છતી નથી અને જરૂરત પડે ત્યારે હમેશા અન્યની લાચારી જ કરવાની રહેશે જેવા અનેક સવાલો નાગરિકો પૂછી રહ્યા છે જોકે હાલ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય જેથી કોઈ પાસે જવાબ આપવાનો પણ સમય નહિ હોય તે નક્કી છે.

રિલેટેડ ન્યૂઝ