વેરાવળ ફીશ કંપની ચોરીમાં ચાર શખ્સો ઝડપાયા

વેરાવળ તા.15
વેરાવળમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ ફીશ કંપનીમાં છ દિવસ પૂર્વે ચાર લાખની રોકડ રકમ રહેલી ત્રીજોરીની ચોરીનો ભેદ એલસીબી બ્રાંન્ચે સીસીટીવી અને બાતમીના આઘારે ઉકેલયો છે. આ ચોરીમાં સંડોવાયેલ કંપનીના પૂર્વ કર્મચારી સહિત ચાર તસ્કારોને ચોરી થયેલ ચાર લાખની રોકડ તથા ત્રીજોરી સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ વઘુ તપાસ હાથ ઘરી છે.
ગીર સોમનાથ જીલ્લા એલસીબીએ ઉકેલેલ ચોરીના ભેદ અંગે જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ પત્રકાર પરીષદ યોજી માહિતી આપતા જણાવેલ કે, વેરાવળ જીઆઇડીસીમાં આવેલ કેસ્ટ લોક કંપનીમાં છ દિવસ પૂર્વે તા.8 ફેબ્રુઆરીના રાત્રી દરમ્યાીન ચોરી થઇ હતી. આ બનાવમાં તસ્કેરોએ કંપનીમાં બીજા માળે આવેલ ઓફીસમાં રોકડ રકમ રાખેલ ત્રીજોરીની ચોરી થઇ હોવા અંગે કંપનીના મહેતાજીએ પોલીસમાં ફરીયાદ નોંઘાવેલ જેના પગલે પોલીસની જુદી-જુદી ટીમોએ તપાસ શરૂ કરેલ જેમાં એલસીબી પીએસઆઇ કે.જે.ચૌહાણએ જીઆઇડીસી વિસ્તાજરના સીસીટીવી ફુટેજો ખંગાળતા તા.8 ફેબ્રુ. ના રાત્રી દરમ્યા ન બે મોટર સાયકલ ઉપર ચાર શંકમદ શખ્સો જઇ રહેલ નજરે પડેલ હતા જેમાં એક મોટર સાયકલમાં વચ્ચેે ત્રીજોરી જેવું દેખાતું હોય જેના આઘારે ટેકનીકલ સર્વેક્ષણના ડેટાની તપાસ ચાલી રહેલ દરમ્યાલન આજે એલસીબીના અજીતસિંહ, નરેન્દ્ર ભાઇ પટાટને મળેલ બાતમીના આઘારે હાજી ઇબ્રાહીમ કેશરીયા, અસ્લબમમીયા અશરફમીયા અલ્વીે, અફતાબ સતાર ચૌહાણ, સજાદ સલીમ બેલીમ ચારેય રહે.સોમનાથ ટોકીઝ વિસ્તાલર વેરાવળવાળાને ઝડપી લેવાયા હતા. આ ચારેય તસ્કલરો પાસેથી ચોરી કરેલ ત્રીજોરી તથા રોકડ રૂા.4,10,000 અને ચોરીમાં ઉપયોગ કરાયેલ બે મોટર સાયકલ, ઇલેકટ્રીક કટર, હથોડી, લોખંડની સીણી, સળીયો, તણીપાનું, કાલા હીટ સ્પ્રેર સહિતનો મુદામાલ જપ્તલ કરવામાં આવેલ હતો.
આ ચારેય તસ્કીરોની આગવીઢબે કરાયેલ પુછપરછમાં ચાર આરોપીઓ પૈકીનો હાજી કેશરીયા અગાઉ ક્રેસ્ટકલોક કંપનીમાં નૌકરી કરતો હોવાથી ત્યાંયનો જાણકાર હતો તેણે જ તેના અન્યઅ ત્રણેય મિત્રો સાથે કંપનીમાં કાયમી મોટી રોકડ રકમ આવતી હોવાની માહિતીની ચર્ચા કરી ચોરી કરવાનો પ્લાતન ઘડી તમામ તૈયારીઓ કરી હતી ત્યારરબાદ તા.8 ના રાત્રીના ચારેય મિત્રો કંપનીની પાછળના ભાગે આવેલ કર્વાટર પાસેથી વંડી ઠેકીને ઓફીસમાં પ્રવેશ્યાા હતા જયાં પ્રથમ પ્લામન મુજબ ત્રીજોરી તોડી રોકડ રકમ ચોરી કરવાનો પ્રયાસ કરેલ પરંતુ એકાદ કલાક સુઘી મહેનત કરેલ તેમ છતાં ત્રીજોરી ન તુટતા અંતે આખે આખી ત્રીજોરી જ લઇ નાસી ગયા હતા ત્યા રબાદ પોતાના અંગત સ્થીળે ઇલેકટ્રીક કટર સહિતના ઓજારો વડે તિજોરી તોડી તેમાંથી રોકડ રકમ મેળવી હતી અને તસ્કંરો રકમ કયાંય વાપરે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાય જતા ચોરીની પુરેપુરી રકમ રીકવર કરાઇ હતી.

રિલેટેડ ન્યૂઝ