જૂનાગઢમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઝુલુસનું કરાયું આયોજન ગૌશે આઝમની યાદમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા


જુનાગઢ તા. 12
જૂનાગઢ શહેરમાં હઝરત ગુલઝાર બાપુની અધ્યક્ષતામાં ઇસ્લામ ધર્મના મહાન શહેનશાહે વલી અબ્દુલ કાદિર જીલાની ગૌશુલ આઝમ ની યાદમાં શાનદાર ઝુલુસ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામ ધર્મના મહાન શહેનશાહે વલી અબ્દુલ કાદિર જીલાની ગૌશુલ આઝમ ની યાદમાં શાનદાર જુલૂસનું આયોજન કરવામાં આવેલ હતું, વાલીએ
સોરઠની દરગાહ ખાતેથી ચાદર પોષી કર્યા બાદ આ ઝુલુસ સુખનાથ ચોક, જેલ રોડ, એમ.જી.રોડ, ચીતાખાના ચોક, ઢાલ રોડ, માંડવી ચોક, ઝલોરાપા થઈ મસ્જિદ રઝા ખાતે પૂર્ણ થયું હતું.
આ તકે શહેર ખતિબ અલીમોહમદ સાહેબે
પ્રાસંગિક ઉદબોધન કરેલ જ્યારે ગુલઝાર બાપુએ દુઆએ ખેર કરેલ આભાર વિધિ હનીફભાઇ જેઠવા એ કરેલ હતી, આ જુલૂસમાં સિપી એમ.ના બટુકભાઈ મકવાણા, ધારાસભ્યના સુપુત્ર મનોજભાઈ જોશી સહિત જૂનાગઢના ઓલમાએ કિરામ


સાદાતે કીરામ તેમજ મસ્જિદોના ખતીબ તથા સામાજિક, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સામેલ થયા હતા.
આ જુલૂસને સફળ બનાવવા કમિટીના અબ્દરેમાનન ભાઈ પંજા, હનીફભાઇ જેઠવા, અશરફ ભાઈ
થાઈમ, ઈકબાલભાઈ કાચવાલા, સાકિરભાઈ બેલીમ, લતિફ બાપુ, પરવેઝબાપુ કાદરી, વહાંભાઈ કુરેશી, આરીફમિયા કાદરી, સલીમ સાબ અઝહરી, સાજીદ વીઘા, કાસમભાઈ જુનેજા, આસિફભાઇ સાંધ સહિતના એ સતત ખડે પગે રહી જુલુસને સફળ બનાવેલ.
એ.ડિવિઝન પી.આઇ. ઝાલા સહિત પોલીસ સ્ટાફે વ્યવસ્થા જાળવી હતી.

રિલેટેડ ન્યૂઝ