12 લાખ વિદેશી કોલ રડાર બહાર ડાઇવર્ટ થયા, કોડીનારનો શખ્સ ઝબ્બે

વિદેશીઓને ભારતમાં કોલ કરવા માટે એપ્લિકેશન થકી માસિક, વાર્ષિક પેકેજો આપતા !

અત્યાધુનિક વીઓઆઇપી ટેક્નોલોજીથી ઇન્ટરનેશનલ કોલને લોકલમાં ફેરવવાનું આંતરરાષ્ટ્રીય કારસ્તાન ઝડપાયું
એની ડેસ્ક સોફ્ટવેરની મદદથી રાઉટર દ્વારા ફોરેનના કોલને સ્થાનિક નંબર ડીસપ્લે થાય તે રીતે ડાઇવર્ટ કરાતા હતા, પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ પર સ્થાનિક પોલીસે દરોડો પાડી મૂળ કોડીનારના એવા સરખેજ નિવાસી તબરેજ કટારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘનિષ્ઠ તપાસમાં ભેજાબાજ આરોપીઓએ ફોરેનથી આવતા ટેલિફોનને સ્થાનિક સ્તરે જીએસએમ નેટવર્ક પર કનવર્ટ કરી દેશવ્યાપી ચૂનો લગાવવાનું કારસ્તાન આચર્યુ હોય, માત્ર 11 દિવસની અંદર 12.46 લાખ વિદેશી કોલ ભારતમાં કોઇ પણ જાતના રડારમાં આવ્યા વગર ડાઇવર્ટ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે, આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ વિશેષ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
કોલ સેન્ટરની આડમાં દેશની સુરક્ષા સાથે ખીલવાડ કરવાનો એક નવો
મામલો સામે આવ્યો છે. અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમીને આધારે નવરંગપુરા સીજી રોડ ખાતે સમુદ્ર કોમ્પ્લેક્સમાં તપાસ કરી ઇન્ટરનેશનલ કોલને ભારતમાં લોકલ કોલમાં ક્ધવર્ટ કરતા ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં પોલીસે મુળ સોમનાથ જિલ્લાના કોડીનારના અને હાલ સરખેજ નિવાસી તબરેજ કટારિયાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ કોલ સેન્ટરમાં એક
હજાર કોલની એસઆઇપી લાઇન તથા 50 એમબીપીએસની લીઝ લાઇન લગાવવામાં આવી હતી. કોસ્મેટિકા નામની કંપનીનું એક સેન્ટર ચાલી રહ્યું હોવાનો દાવો ઝડપાયેલા ઇસમો દ્વારા કરવામાં આવ્યો હતો. તે કંપનીની આડમાંઇન્ટરનેશનલ કોલને ટ્રાન્સફર કરવાનું ષડયંત્ર આચરવામાં આવી રહ્યું હતું. જેથી ટેલિકોમ કંપનીઓને મોટુ આર્થિક નુકસાન તો થયું જ છે ત્યારે ટેલિફોન એક્સચેન્જનો આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે
કે નહીં, તે બાબતે પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

હાઇટેક રાઉટર, 24 પોર્ટ સ્વીચ, સર્વર અને સીપીયુ સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસે અલગ અલગ કંપનીઓના રાઉટર, 24 પોર્ટ સ્વીચ, સર્વર સીપીયુ સહિતની ડીવાઇસીસ સાથે કુલ 46 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેલિફોન એક્સચેન્જનું સેટઅપ મહારાષ્ટ્રના પુના નિવાસી ટોની નામના ઇસમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું, ત્યાંથી ઓપરેટ થઇ શકે તેવી સેટઅપ ઉભું કરાયું હતું.
પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, યુએઇ અને ગલ્ફ દેશોના વધુ કોલ ડાઇવર્ટ થયા
આંતરરાષ્ટ્રીય કોલને ઇન્ટરનેટ અને આધુનિક ડીવાઇસીઝની મદદથી લોકલ
નંબર ડીસપ્લે થાય તે રીતે ડાઇવર્ટ કરનારા ઇસમોએ સૌથી વધુ પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, યુએઇ અને ગલ્ફ દેશોના સૌથી વધુ કોલ ડાઇવર્ટ કર્યા હોવાનું બહાર આવી રહ્યું છે. વિદેશમાં વસતા લોકોને ભારતમાં વાત કરવા માટે એક્સચેન્જ શરૂ કરનારાઓ માસિક અને વાર્ષિક પેકેજો આપતા હોવાનું બહાર આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાંથી ઇન્ટરનેટ દ્વારા વિદેશમાં આંતરરાષ્ટ્રીય કોલ કરવાનું વધતું પ્રમાણ
ઇન્ટરનેટના વધતા વ્યાપ વચ્ચે સૌરાષ્ટ્રમાંથી પણ ઇન્ટરનેટના માધ્યમથી આંતરરાષ્ટ્રીય કોલ કરવાનુંં પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સાઇબર એનલિસ્ટો કહે છે કે, વોટ્સએપ, ફેસબૂક
સહિતની એપ્લીકેશનો દ્વારા થઇ રહેલા કોલનું રેકોર્ડિંગ સેઇમ ડીવાઇસ દ્વારા રેકોર્ડિંગ ન થઇ શકતું હોય, આવી એપ દ્વારા ફોન તેમજ વીડિયો કોલ કરવાનું પ્રમાણ ખાસ્સુ વધ્યું છે.

રિલેટેડ ન્યૂઝ