ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ મજૂરોની અછત અને લોકડાઉનથી મરણ પથારીએ

12 કલાક ચાલતા યુનિટોમાં ખુદ કારખાનેદાર જાતે કામ કરે છે

ધોરાજીનું પ્લાસ્ટિક રી-પ્રોસેસ ઉદ્યોગ કે જે હાલ મરણ પથારી એ છે. પહેલા નોટ બંધી બાદમાં જી.એસ.ટી. નું ગ્રહણ અને ત્યારબાદ વૈશ્વિક મહામારી કોરોનાને લીધે સર્જાયેલ લોકડાઉનના કારણે પ્લાસ્ટિક રી-પ્રોસેસને મસ મોટો ફટકો પડ્યો છે અને ધોરાજીના પ્લાસ્ટિક રી-પ્રોસેસના 50% જેટલા યુનિટો હાલ બંધ હાલતમાં છે. વેસ્ટ માંથી બેસ્ટ બનાવતું રાજકોટ જીલ્લાનું ધોરાજીનું પ્લાસ્ટિક રી-પ્રોસેસ ઉદ્યોગ કે જે ભારત ભરમાં જાણીતું છે. આ રી-પ્રોસેસ ઉદ્યોગમાં દરરોજ ભારત ભરમાંથી વેસ્ટ આવે છે અને જેનું રી-પ્રોસેસ કરી અને પ્લાસ્ટિકની અનેક વસ્તુઓ બનાવામાં આવે છે. જેવી કે પ્લાસ્ટિકની દોરી, બોક્ષ, પટ્ટી, પ્લાસ્ટિકના પાઇપ અને ખાસ કરીને દવા છંટકાવ કરવાના પંપ, કિસાન પાઇપ, પિવિસી પાઇપ વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે અને ભારત ભરમાં વેચાણ તેમજ સપ્લાય કરવામાં આવે છે. પ્લાસ્ટિક રી-પ્રોસેસના ઉદ્યોગકારોનું કેહવુ છે કે આ ધોરાજી વિસ્તારમાં 350 જેટલા યુનિટોમાં અંદાજીત 10 હજાર જેટલા લોકોને રોજગારી મળી રહી હતી જેમાંથી 4 હજાર જેટલા પર પ્રાંતીય મજૂરો હતા જે હાલ લોક ડાઉન ના કારણે પોતાના વતન પરત ચાલ્યા ગયા છે જેને કારણે હાલ આ ઉદ્યોગ 24 કલાકની જગ્યા એ માત્ર 12 કલાક પણ માંડ ચાલે છે અને લોક ડાઉનને કારણે 40 જેટલા પ્રોસેસ યુનિટ ધારકોએ વીજ કનેક્શન કાપી નાખ્યાં છે. 60 થી વધારે યુનિટમાં વીજનો લોડ ઘટાડો કર્યો છે અને અન્ય યુનિટો માત્ર 12 કલાક જેટલો જ સમય ચાલુ રહે છે. પ્લાસ્ટિક રિ-પ્રોસેસ ઉદ્યોગકારો નું કહેવુ છે કે સરકાર પ્લાસ્ટિક રી-પ્રોસેસ ઉદ્યોગ ને ફરી ધમ-ધમતું કરવા માટે ખાસ પેકેજની જાહેરાત કરે જેથી પર્યાવરણને પ્લાસ્ટિક નો પ્રશ્ન હલ થાય. લોક ડાઉનના કારણે ટ્રાન્સપોર્ટનોપ્રશ્ન હોવાને કારણે અન્ય રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં વેસ્ટ આવી શકતો નથી જેથી પ્લાસ્ટિક ઉદ્યોગકારો મુંઝવણમાં પણ મુકાયા છે. ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગકારોને જી.એસ.ટી., નોટબંદી અને લોક ડાઉનના
કારણે ભારે અસર ધોરાજીના પ્લાસ્ટિક રી-પ્રોસેસ ઉદ્યોગ પર જોવા મળી છે અને લોક ડાઉનને કારણે મજૂર પોતાના વતન પણ ચાલ્યા ગયા હોવાથી 24 કલાકની જગ્યા એ આ યુનિટો માત્ર 12 કલાક જેટલા જ ચાલુ રહે છે. આ 12 કલાકોમાં ખુદ માલિકો તેમજ અન્ય વહીવટ કર્તાઓને પણ પોતે જાતે કામ કરે ત્યારે જ આ યુનિટ 12 કલાક ચાલે છે. અન્યથા આ યુનીટને બંધ રાખવો પડે છે તેવું પણ કારખાનેદારો જણાવી રહ્યા હતા. ધોરાજીના આ પ્લાસ્ટિક રી-પ્રોસેસના ઉદ્યોગકારોનું કેહવુ છે કે લોક ડાઉન બાદ પ્લાસ્ટિક રી-પ્રોસેસ ઉદ્યોગ હાલ મરણ પથારીએ છે. લોક ડાઉનને કારણે એકતો મજૂરો મળતા નથી તો બીજી તરફ તૈયાર માલનો પણ ભરાવો થઈ ગયો છે જે માલની લેવાલ નથી જેથી કરીને પ્લાસ્ટિક ઉદ્યોગકાર મુંઝવણ માં મુકાયા છે. આ કારખાનાઓમાં પૂરતા મજૂરો ન હોવાને કારણે હાલતો આ ઉદ્યોગકારો પોતે જાતે મજૂરોના ભાગનું કામ કરે છે અને આ યુનિટોને ચલાવે છે. અને સરકાર પાસે એવી માંગણી કરે છે કે જે મજૂરો પરત પોતાના વતન ગયા છે તેમને ફરી લઇ આવે જેથી આ તમામ યુનિટો અને કારખાનાઓ ફરી ધમધમવા લાગશે. હાલ તો આ ઉદ્યોગકારો સરકાર કોઈ યોગ્ય મદદ કે સહાય કરે તેવી લાગણી અને માંગણી કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ