દેવળિયા સફારી પાર્કમાં ચાર સિંહ બચ્ચાનું અવતરણ

સિંહણ અને બચ્ચાઓનું સ્ટાફ દ્વારા નિરિક્ષણ

સાસણ નજીક આવેલા દેવળીયા સફારી પાર્કમાં આજે વહેલી સવારે એક સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. આ સિંહણ અને બચ્ચાઓનું પાર્કના સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
થોડા સમય પહેલા જૂનાગઢના સક્કરબાગમાં ઝૂમાં બે સપ્તાહ દરમ્યાન ત્રણ સિંહણે નવ સિંહબાળને જન્મ આપ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે સાસણ નજીકઆવેલા દેવળીયા સફારીપાર્કમાં એક સિંહણે ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. આ સિંહણ અને તેના બચ્ચાઓ તંદુરસ્ત હાલતમાં છે. હાલ તેનું દેવળીયા સફારી પાર્કના સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે સિંહણ બે અથવા ત્રણ બચ્ચાઓને જન્મ આપે છે. ચાર બચ્ચાઓને ક્યારેક જન્મ આપે છે. આજે દેવળીયા પાર્કમાં ચાર બચ્ચાઓનો જન્મ થતા આનંદ છવાયો હતો.

રિલેટેડ ન્યૂઝ