જૂનાગઢ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી માટે બોલાવ્યા 15 આવ્યા 5 ખેડૂત

બજારમાં ભાવ ઉંચા મળતા યાર્ડમાં જવાનું ટાળતા ખેડૂત

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે ગઇકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રેશન કરેલા 15 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી 5 ખેડૂતો આવતા રૂ.1055ના ટેકાના ભાવે તેમની મગફળીની ખરીદી કરાઇ હતી. બીજી બાજુ યાર્ડમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ગુણીની ખરીદી ચૂકી છે.
ગોડાઉન મેનેજર
સોમેશ ઓડેદરાએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે એસએમએસ દ્વારા 15 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં 5 ખેડુતો મગફળી લઇને આવ્યા હતા. જેની મગફળીની ખરીદી કરવામાં આવી હતી. કાલે અન્ય ખેડૂતોનેબોલાવવામાં આવશે. ખેડૂતોની મગફળીનું સેમ્પલ લઇ તપાસ કરી બાદમાં તેની ખરીદી કરાઇ છે.
બીજી બાજુ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી.એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં પણ મગફળીની ખરીદી
શરૂ છે. છેલ્લા મહિના સુધીમાં 1 લાખથી વધુ ગુણીની ખરીદી થઇ ચુકી છે. આજે 5000 જેટલી ગુણીની આવક થઇ હતી. યાર્ડનો ભાવ મગફળી જીણી મણના 700 થી 1025 અને મગફળી જાડીના 710 થી 1076 રૂપિયા સુધીનો છે. યાર્ડમાં આવતા ખેડૂતોને પણ મગફળીનો સારો ભાવ મળી રહેતા આવકમાં દિવસને દિવસે વધારો થઇ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ