દ્વારકામાં વસતી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી બે દિવસીય તાલીમ યોજાઇ

ભારતમાં વસતિ ગણતરી વર્ષ 1871 થી દર 10 વર્ષે કરવામાં આવે છે. જે મુજબ વર્ષ 2021 ની વસતી ગણતરી 16 મી વસતી ગણતરી તથા સ્વંતત્ર ભારતની 8 મી વસતી ગણતરી થશે. વર્ષ 2021 ની વસતી ગણતરી સમગ્ર દેશમાં બે તબક્કામાં મોબાઇલ એપ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પહેલા તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરીની કામગીરી તા.16/4/2020 થી તા.30/5/2020 ના સમયગાળા દરમિયાન અંદાજે 1450 ગણતરીદારો અને 250 સુપરવાઇઝરો દ્વારા હાથ ધરવામાં આવશે. જેમાં લોકોને મુખ્ય માણસનું નામ, ઘરના સભ્યોની સંખ્યા, મકાનનું વર્ણન વિગેરે જેવા 34 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં વર્ષ-2021 માં વસતી ગણતરીની કામગીરી કરવામાં આવશે જેમાં કુટુંબના દરેક સભ્યની વિગતો એકત્રીત કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ