ભૂ-માફિયા ગેંગના 20 દિવસના રિમાન્ડની માંગ

જામનગરના ભુમાફીયા જયેશ પટેલની ગેંગના 14 શખ્સો સામે જામનગર પોલીસે અને એટીએસએ જામનગરમાં પ્રથમ અને રાજયમાં 5મો ગુજસીકોટ હેઠળ ગુનો નોંધી 2 બિલ્ડર, ભાજપના કોર્પોરેટર, નિવૃત એએસઆઈ અને અખબારી સંપાદક સહિત 8 ભુમાફીયા ગેંગના સાગરીતોને જામનગર પોલીસ અને એટીએસની ટીમે ઝડપી લીધા છે. પોલીસ ધરપકડની દહેશતે ફરાર થયેલા ભુમાફીયા સહિતના શખ્સોનો પતો મેળવવા અને ગુનાની વધુ તપાસ કરી મૂળ સુધી પહોંચવા ભુમાફીયા ગેંગના 8 શખ્સોને સજજડ સુરક્ષા સાથે સૌરાષ્ટ્રની ગુજસીટોકની રાજકોટ કોર્ટમાં 20 દિવસના રિમાન્ડની માંગ સાથે રજુ કરવામાં રાજકોટના ત્રીજા એડીશ્નલ ડિસ્ટીક જજ આર.એલ. ઠક્કરની કોર્ટમાં સુનવણી હાથ પર લેવામાં આવી છે. તમામની મીટ કોર્ટના ચુકાદા પર મંડાઈ છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે નો ગુજસીટોક ના કાયદા ને અમલી બનાવવામાં આવ્યો છે,
ત્યારે આ કાયદા હેઠળ જામનગર જિલ્લામાં સૌપ્રથમ કેસ આજે નોંધવામાં આવ્યો છે. જામનગરના ભૂ-માફિયા જયેશ પટેલ સહિત 14 આરોપીઓ સામે આ નવા કાયદા મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જે કાયદા હેઠળ જામનગરના અગ્રણી બિલ્ડર, ભાજપના એક કોર્પોરેટર, એક નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવા માં આવી છે. જ્યારે એક આરોપી જેલમાં હોવાથી તેનો કબજો મેળવવામાં આવી રહ્યો છે. જ્યારે જયેશ પટેલ સહિત અન્ય પાંચ શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજસીટોક ના નવા કાયદાને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગૃહમંત્રી દ્વારા જાહેર કરાયા અનુસાર રાજ્યમાં
આતંકવાદી સહિત સંગઠિત ગુનાખોરી ના નિયંત્રણ માટે આ કાયદો અમલી બનાવાયો છે. જે કાયદા ની મદદથી કોન્ટ્રાક્ટ કીલિંગ, ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, કેફી દ્રવ્યોનો વેપાર, અપહરણ, ખંડણી, ફરજી સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ ઉપર નિયંત્રણ લાવવા માટે અમલીકરણ કરાયું છે . ગુજસીટોક ના કાયદા ના માધ્યમથી જે આરોપીઓ પકડાયા હોય તેઓને સજા સુધી પહોંચાડવા સરકારી વકીલ આ અંગેનો કેસ લડશે, તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત ગુનેગારો માટે વિશેષ કોર્ટ ની પણ રચના કરવામાં આવશે. આ કાયદામા સંદેશાવ્યવહાર ને આંતરીને એકઠા કરાયેલા પુરાવા ગ્રાહ્ય રહેશે. તેમજ સાક્ષીઓને પણ પૂરતું રક્ષણ આપવામા આવશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી.
જામનગર પોલીસ દ્વારા ગુજસીટોક અંગેનો સૌ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેના અન્ય સાગરિતો સામે નવા કાયદા નો
અમલ કરવું માં આવ્યો હતો. જેના ભાગરૂપે સૌપ્રથમ 14 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અનુસાર આજે વહેલી સવારથી જ આઠ આરોપીઓની પોલીસ દ્વારા ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરી ધરપકડ કરી લેવામાં આવી હતી.
જેમાં જામનગરના અગ્રણી બિલ્ડર નિલેશ મનસુખભાઈ ટોલિયા, ભાજપના ના કોર્પોરેટર અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી, જામનગર એલસીબી માં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત પોલીસ કર્મચારી વશરામભાઈ ગોવિંદભાઈમિયાત્રા, બિલ્ડર મુકેશ વલ્લભભાઈ અભંગી ,અખબારી જગત સાથે સંકળાયેલા પ્રવીણ પરસોત્તમભાઈ ચોવટીયા તેમજ જીગર ઉર્ફે જીમી પ્રવિણચંદ્ર આડતિયા, અનિલ મનજી ભાઈ પરમાર તેમજ પ્રફુલ જયંતીભાઈ પોપટ વગેરે
નો સમાવેશ થાય છે. જે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધા પછી કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ગુજસીકોટના કાયદા માટે સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં
સ્પેશીયલ કોર્ટની નિમણુંક કરવામાં આવી છે. જામનગર પંથકમાં છેલ્લા લાંબા સમયથી હાહાકાર મચાવી રહેલા ભુમાફીયા જયેશ પટેલના 8 સાગરીતો ઝડપાતા પોલીસે અન્ય શખ્સોની સંડોવણી અને કેટલી મિલ્કતો ઉપર ભુમાફીયા જયેશ પટેલ આણી ટોળકીએ કબ્જે જમાવ્યો છે તેના મુળ સુધી પહોંચવા અને પોલીસ ધરપકડની દહેશતે નાસતા ફરતા મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલનો પતો મેળવવા પોલીસના હાથે પકડાયેલા 2 બિલ્ડર, ભાજપ કોર્પોરેટર, નિવૃત એએસઆઈ અને અખબાર સંચાલક સીહતના 8 ભુમાફીયા સાગરીતોને 20 દિવસના રિમાન્ડની માંગ સાથે જામનગર પોલીસે સજજડ સુરક્ષા વચ્ચે ગેજસીકોટની રાજકોટ સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. કોર્ટ બહાર લોકોના ટોળા અને મિડીયાનો જમાવડો જોવા મળ્યો છે. કોર્ટમાં રિમાન્ડની માંગની સુનાવણી શરુ થઇ ગઇ છે. કોર્ટના હુકમની રાહ જોવાઈ રહી છે.

ગુજસીકોટ હેઠળ જામનગર ગેંગ સામે થશે આવી આકરી કાર્યવાહી
રાજકિય ઓથ હેઠળ જામનગરમાં કરોડોની જમીન હડપ કરવી, ખંડણી, વકિલની હત્યા સહિત અસંખ્ય ગૂના આચરી કાયદો વ્યવસ્થાના ચિથરા ઉડાવી દીધા હતા. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને
સાંસદ પરિમલ નથવાણીએ કરેલ ટ્વીટ પછી જામનગરમાં જયેશ પટેલ ગેંગને નેસ્તનાબૂત કરવા એસપી દિપેન ભદ્રનની નિમણૂક કરાઇ, તેમને પસંદગીના અનુભવી અધિકારીઓ ફાળવાયા પછી ઓપરેશન ક્લીન શરૂ થયું. જયેશના ઇશારે કામ કરતા, હવાલા પાડતા બિલ્ડર, નિવૃણ પોલીસ જવાન, અખબાર નવેશ સહિત 8 શખસને પોલીસે રાતોરાત ઉઠાવી લઇ ગુજસીકોટના કડકમાં કડક કાયદા હેઠળ ગૂનો નોંધ્યો. હજી ચાર માથાની ધરપકડ તોળાઇ રહી છે. -ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીકોટ)ના કાયદા હેઠળ પોલીસને અમાપ સત્તા આપવામાં આવી છે. - આ કાયદા હેઠળ કેસ ચલાવવા વિશેષ કોર્ટની રચના કરવામાં આવે છે. -પબ્લીક પ્રોસીક્યુટર, વધારાના પબ્લીક પ્રોસીક્યુટર અને સ્પે. પબ્લીક પ્રોસીક્યુટરની નિમણૂંક કરવાની જોગવાઇ છે. - પોલીસને ચાર્જશીટ માટે કોઇ સમય મર્યાદા રહેતી નથી. - આરોપીઓના 30 દિવસ સુધીના રિમાન્ડ મળી શકે છે. - આ કેસમાં પોલીસે તપાસ દરમિયાન શોધી કાઢેલા સંદેશા વ્યવહારને ઇન્ટરસેપ્ટ કર્યા હોય એ પૂરાવા તરીકે ગ્રાહ્ય રહેશે. -પોલીસ સમક્ષ આપેલી કબૂલાતને કોર્ટમાં માન્ય રખાશે તેમજ સાક્ષીઓને પુરુ રક્ષણ મળી રહે તેવી જોગવાઇ કરવામાં આવી છે. -આરોપીઓની મિલકતો જપ્ત કરવાની તેમજ જે તે આરોપીએ મિલકત અન્યના નામે કરી હોય તો એ પ્રક્રિયા રદબાતલ ગણાશે.

રિલેટેડ ન્યૂઝ