પડધરીના ખામટામાં છોકરાની બાબતે બે મોટા ભાઈઓએ નાનાભાઈને ધોકાવ્યો

અંંજારમાં હોટલમાં યુવાને ઝેરી પ્રવાહી ગટગટાવ્યું

પડધરીના ખામટા ગામે છોકરાના પ્રશ્ર્ને બે મોટા ભાઈઓએ નાનાભાઈ ઉ5ર હુમલો કરી મારમાર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીના ખામટા ગામે રહેતા લક્ષ્મણ ડાયાભાઈ પરમાર (ઉ.વ.30)ને તેના મોટાભાઈ કાનજી પરમાર અને વિજય પરમારે કોસ
વડે મારમાર્યો હતો. યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાંં આવ્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં ભાભી ભત્રીજાને માર મારતા હોવાથી લક્ષ્મણ પરમાર સમજાવવા ગયો હતો. ભાભીએઝઘડો કરતા મોટા ભાઈઓએ આવી અને મારમાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં અંજારમાં આવેલા વિજયનગરમાં રહેતા વિજય નરશીભાઈ દુડીયા નામના 30 વર્ષના યુવાને રાત્રીના નવેક
વાગ્યાના અરસામાં બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સીટી પ્લેસમાં કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ જેવું પ્રવાહી પી લીધું હતું. તેની તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ