દેવભૂમિ દ્વારકાના ગણેશગઢ ગામના યુવાનની અનેરી સેવા પ્રવૃત્તિ

દેશના અન્ય રાજયોની સરખમણીએ ગુજરાત રાજયમાં દરિયાઈ અને ભૂમિગત જલપ્લાવિત વિસ્તારોની વધુ સંખ્યા અને વિવિધતાના કારણે ગુજરાતમાં યાયાવર પક્ષીઓની સંખ્યા અને વિવિધતામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. તેમા પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 235 કી.મી. લાંબો દરીયા કિનારો છે. જિલ્લામાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. ભૌગોલિક દ્રષ્તિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગામડા પણ વધારે સંખ્યામાં આવેલ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પક્ષીઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. જયારે આ પક્ષીઓની વિના મુલ્યે સારવાર જામ કલ્યાણપુર તાલુકાના ગણેશગઢ ગામનો યુવાન કિશન વાઢીયા કરે છે. આજુ બાજુના વિસ્તારોમાં કોઈ પણ પક્ષી બિમાર હોય, તો તે પોતાની બાઈક પર લઇને મફતમાં સારવાર આપી, પક્ષીના જીવ બચાવવા નિકળી પડે છે.
કિશન વાઢીયાની ખાસ મુલાકાત લેતા
તેઓ જણાવ્યું કે, માણસ બિમાર પડે તો તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. પણ આ અબોલ પક્ષી બિમાર પડે તો તેનું કોણ? બસ આ પ્રશ્નના કારણે તેમણે નાની ઉમરથી જ પક્ષીઓની સેવા કરવાનું ચાલુ કરી દીધું હતું. તેમજ અત્યારના યુવાનો વધાર પડતા મોબાઈલ સહિતના વ્યસનોના કારણે મહિને ઘણો જ ખર્ચ કરતા હોય છે. ત્યારે ગણેષગઢ ગામના કિશને પોતાને પક્ષીઓની સારવાર કરવાનું વ્યસન સમજીને વિના મુલ્યે સારવારકરતા આવે છે.
ગામડામાં એક એવી પણ માન્યતાઓ રહેલી છે કે મોરના ઈંડાને સ્પર્શ કે માણસનો પડછાયો પડી જાય તો તે ઈંડામાંથી બચ્ચા થતા નથી. પરંતુ આવા ઈંડા ખેડુતોના ખેતરમાં કે અન્ય જગ્યાએ હોય તો કિશન
વાઢિયા પોતાના ઘરે લાવી તે ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય તેવા પ્રયત્નો કરે છે. અને આ બચ્ચાનેમાંની હૂંફ આપી, મોટા કરીને પછી તેને કુદરતના ખોળે મુકી દયે છે.
તેઓ આ પક્ષીની સારવાર છેલ્લા આઠેક
વર્ષથી કરતા આવે છે. અત્યારે તો પક્ષીઓના વનવિભાગ દ્વારા રેસ્કયું કરવાના હોય તો કિશન વાઢીયાને બોલાવામાં આવે છે. તેઓ જુનાગઢ પોરબંદર જેવા આજુ બાજુના જિલ્લાઓમાં પણ પક્ષીની સારવાર કરવા જાય છે. છેલ્લા એક વર્ષમાં આશરે આઠ હજાર જેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા વનવિભાગ માર્ગદર્શનથી અને તેમના સાથ સહયોગ થકી કિશન ઘાયલ પક્ષીઓના રેસ્કયું કરવા આજે અન્ય
જિલ્લાઓમાં પણ જાય અને અનેક પક્ષીઓને નવજીવન આપ્યું છે. (તસવીર- કુંજન રાડિયા)

રિલેટેડ ન્યૂઝ