જામનગર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, એકના ચાલકનું મોત

જેસીબીની મદદથી ફસાયેલાને બહાર કઢાયા

જામનગર ખંભાળિયા હાઈવે પર પડાણા પાટિયા નજીક મુરલીધર હોટેલ પાસે ગત રાત્રીના 11:00 વાગ્યા આસપાસ બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે , અકસ્માત બાદ ડ્રાઈવરનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યુ હતુ અને સાથે અન્ય એક માણસને નાની મોટી ઇજાઓ હોવાથી બન્નેને વધુ સારવાર માટે જામનગર ની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે મેઘપર પોલીસ અને સીક્કા 108 ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી . જેમાં એક ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રક ચાલક અંદર ફસાઈ જતા તેનું
મૃત્યુ નીપજ્યું હતું . જેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી . આ અંગે મેઘપર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ