જામનગરમાં યુવાનનો આપઘાત

ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી

જામનગરના ગોદડીયાવાસમાં રહેતાં એક યુવાને અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું છે. પોલીસે તેની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.
આ યુવાનને મૃત્યુ પામેલો જાહેર કરાતાં પોલીસને વાકેફ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડયો છે
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નાનકપુરી સામેના
ગોદડીયા વાસમાં વસવાટ કરતાં અશોકભાઈ રામજીભાઈ દેવીપુજક (ઉ.વ.25) નામના યુવાને પોતાના રહેણાંકના સ્થળે કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લીધો છે. તે બાબતની પરિવારને જાણ થતાં આ યુવાનને તાત્કાલિક નીચેઉતારી સારવાર માટે જી જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ યુવાનને મૃત્યુ પામેલો જાહેર કરાતાં પોલીસને વાકેફ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડયો છે અને આ યુવાનની
આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

રિલેટેડ ન્યૂઝ