જેતપુરના જીથુડી હનુમાન મંદિરે મહોત્સવની તૈયારી

જેતપુર,તા.15
શહેરના કેનાલકાંઠા વિસ્તારમાં આવેલ એક હજાર વર્ષ પૌરાણીક સ્વયંભુ જીથુડી હનુમાનજી મંદિર કે જે જીથુડીના ટીંબા તરીકે ઓળખાતું અહીં દરરોજ ભકતોનો મેળાવળો જામે છે. શનિવારે દાદાના દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. મંદિરમાં 50 વર્ષથી ગાદીપતી તરીકે સ્થાન સોભાવતા પુ.મહંત રામદયાલદાસજી બાપુએ જણાવેલ કે આ જગ્યા પુ. જગન્નાથજીબાપુ બાદ શ્રી પ્રેમનાથબાપુ ત્યારબાદ શ્રી સર્જુદાસબાપુ, રામચરણદાસજી બાપુ, રામદાસબાપુ બાદ મને સેવાનો મોકો મળેલ છે. શ્રીરામજી રજત જયંતિ મહોત્સવ નિમિતે અહી ભવ્યથી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન આગામી તા.17/4 શુક્રવારથી તા.23/4 ગુરૂવાર દરમ્યાન કરવામાં આવનાર છે. જેમાં જુદા જુદા પ્રસંગો ધામધુમપુર્વક ઉજવાશે.
સુપ્રસિધ્ધ કથાકાર જીજ્ઞેશદાદા (રાધેરાધે) વ્યાસપીઠે બિરાજી સંગીતમય કથાનું રસપાન બપોરે 2 થી સાંજે 7 દરમ્યાન કરાવર્શેી બાદ દાંડીયારાસ, લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંતવાણીનું આયોજન કરવામાં આવશે. જેમાં ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે. સપ્તાહ દરમ્યાન દરરોજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો માટે ધુમાડાબંધ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. મંદિરના મહંત રામરૂપદાસજી બાપુએ સપ્તાહના આયોજન અંગે માહિતી આપતા જણાવેલ કે સપ્તાહ દરમ્યાન પાંચ લાખથી પણ વધુ લોકો માટે તમામ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે.
ભારતભરમાંથી પીઠાધીપતી સાધુ સંતો મહંતો તમામ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે. અહીં થોડા સમય પહેલા અતી મહારૂદ્ર યજ્ઞનું આયોજન થયેલ ત્યારે કુંબ મેળા જેવું વાતાવરણ બન્યું હતું. તેનો 4 લાખથી પણ વધુ લોકોએ લાભ લીધેલ. આ જગ્યાની અંદરમાં શેઠ સગાળશા (ચેલૈયાધામ-બિલખા) આવે છે. જયાં દરરોજ અન્નક્ષેત્ર ચાલે છે.
અહીં 62 ગામોના લોકો માટે ધુમાડાબંધ સપ્તાહનું આયોજન થયેલ. ઉપરાંત ચિત્રકુટ અયોધ્યા, રાજસ્થાન, કાશી, જનકપુર (નેપાલ) પણ આયોજનો કરેલ છે. અહીં 2013 થી વિશાળ જાનકી ગૌશાળાનું નિર્માણ થયેલ સપ્તાહમાં સેવા આપવા જેતપુર શહેર, તાલુકા, અમદાવાદ, સુરત, ભાવનગર, કચ્છ સહીતના અનેક ગામોથી સેવકો સેવા બજાવશે. સપ્તાહમાં લાભ લેવા પધારવા તમામ લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ