પીલ ગાર્ડનમાં વિનામુલ્યે ભાઇબંધની નિશાળ

ભાવનગરમાં ઓમ ત્રિવેદીનો પ્રેરણાદાયી સંદેશો

ભાવનગર તા. 9
દાદાના ઝાડ, મંદિર પાસે ગરીબ બાળકોને વિનામુલ્યે ભણાવે છે અહીં કોઇ સ્ટુલ નથી કે નથી ઓરડો મેદાનમાં બેસવાનું અને ભણવાનું માસ્તર ખરા પણ એ ભાઇબંધ… વિચાર તો કરો કેવી મજા આવે… અને વિદ્યાર્થી આવે એટલે આવ ભાઇબંધ એમ કહેવાનું અને નાસ્તો પણ કરાવવાનો તેની સાથે જ અને તેની સમકક્ષ જ બેસવાનું એટલે સામા માસ્તર બેઠા છે તેવો ડર વિદ્યાર્થીમાં ન રહે.
ભાવનગર વિશ્ર્વ વિદ્યાલયમાં ફરજ બજાવતા આ યુવાનને બાળકો માટે કંઇક કરી છુટવાની હંમેશા ખેવના રહી છે. પરિક્ષાનો ડર ન રહે તે માટે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે તમારો ભાઇબંધ નામે દસ હજાર પુસ્તિકા છપાવી મફત વહેંચી. તાણ અનુભવતા બાળકો માટે વિનામુલ્યે કાઉન્સીંગ સેન્ટર શરૂ કર્યું. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં નિયમિત રકતદાન પ્રવૃતિ થાય તે માટે કેમ્પ શરૂ કરાવ્યા. પોતાની નોકરીના સમય ઉપરાંતમાં આવી પ્રવૃતિ સાથે રચ્યા પચ્યા રહેવું તે આ ઓમભાઇનો શોખ અને ધુન રહી છે. આ વ્યક્તિના નિશાળ શરૂ કરવાનો વિચાર આવ્યો અને પીલ ગાર્ડનમાં આ ભાઇબંધે ભાઇબંધોની શાળા શરૂ કરી.
આ મામલે આજે ઓમભાઇ સાથે વાત થઇ તો તેમણે કહ્યું કે એક સાંજે બજારમાં નીકળેલો અને મિત્રો સાથે ઉભો હતો ત્યારે ભીક્ષાવૃતિ કરતી એક દિકરી આવી અને પૈસા માંગ્યા. મેં દસની નોટ આપી. તે રાજીછ થઇ અને પોતાની પાસેના પૈસા કાઢી જોવા લાગી. કેટલા થયા તે ખબર ન હતી પડતી પરંતુ ગણવાની કોશીષ કરતી હતી. મેં પુછયું કેટલા થયા તારી પાસે? તેણે જવાબ ન આપતા કહ્યું ગણતા નથી આવડતું તમે ગણી આપોને? મને આ ટાણે થયું કે આવા બાળકો માટે ચાલોને એક સ્કુલ શરૂ કરીએ અને આ અભ્યાન શરૂ થઇ ગયું. ઓમભાઇ કહે છે અત્યારે 16 વિદ્યાર્થીઓ કે જે ગરીબ છે, ભીક્ષાવૃતિ કરે છે, ફુટપાથ પર સુવે છે તેવા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઇ ગયુ છે અને તે તમામ રેગ્યુલર ભણવા પણ આવે છે. આ ઉપરાંત શાળાએ આવવાનો કોઇ ટાઇમ નહીં આ વિદ્યાર્થી 7 થી 9માં તેના કામમાંથી પરવડે એટલે ભણવા આવવાનું.
ઓમ ત્રિવેદીની આ સરાહનીય કામગીરી ખુબ જ સારી અને પ્રેરણાદાયી છે અપેક્ષા રાખુ કે ઓમભાઇના આ કાર્ય જગતના વધુ લોકો પ્રેરણાબળ પુરુ પાડશે.

રિલેટેડ ન્યૂઝ