જ્ઞાનજીવનદાસજી સ્વામિની રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુળની મુલાકાત

શ્રીજીસ્વરૂપ સ્વામિ તો એક બાહોશ સંત છે અને સોરઠનો સિંહ છે: સદ્ગુરૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી

કુંડળ સ્વામિનારાયણ મંદિરના મહંત અને સંપ્રદાયના પ્રખર વક્તા જ્ઞાનજીવન સ્વામીએ બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુલની મુલાકાત લીધી.તા.27/07/21 ને મંગળવારના રોજ જ્ઞાનજીવન સ્વામીએ સંતોની સાથે ગુરુકુલ ખાતે આવી પધરામણી કરી હતી. તેમજ ગુરુકુળમાં બિરાજમાન બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા હતા. અને ગુરુકુલના શ્રીજીસ્વરૂપસ્વામી તેમજ સંત મંડળને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે આજુબાજુના ગામડાઓમાંથી હરિભક્તોએ પણ દર્શનનો લાભ લીધો હતો. જેમાં રાણપુર સ્વામિનારાયણ મંદીરના કોઠારી પ્રકાશભાઈ સોની, ભૃગુપુરથી ભરતસિંહ મકવાણા, દયારામભાઈ ડાભી, વેજળકાથી શાંતિભાઈ ધરાજીયા વગેરે ભક્તો તેમજકરમડ,છત્રીયાળા ગામમાંથી ભક્તો પધાર્યા હતા.પ.પૂ.જ્ઞાનજીવન સ્વામીએ ગુરુકુલની મુલાકાત લઈ ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ કોરોના કાળમાં ગુરુકુલ ખાતે ચાલુ કરવામાં આવેલ કોવિડ
હોસ્પિટલની પણ સ્વામીએ નોંધ લઇ ઉપસ્થિત ભક્તોને કહ્યું હતું કે આ શ્રીજીસ્વરૂપ સ્વામી તો ખૂબ હોશિયાર, સાધુ ગુણે સંપન્ન અને એક બાહોશ સંત છે તે આગામી સમયમાં આ વિસ્તારનો ખૂબ વિકાસ કરશે.અને જતા જતા સ્વામીજીનું છેલ્લું વાક્ય હતું કે આ શ્રીજીસ્વરૂપ સ્વામી તો સોરઠનો સિંહ છે..

રિલેટેડ ન્યૂઝ