સૌરાષ્ટ્રની U-19 મહિલા ક્રિકેટમાં 7 ‘જામનગરી’!

જામનગર શહેરની વિશ્ર્વ ક્રિકેટમાં ઓળખ છે. જામ રણજીથી લઈ રવીન્દ્ર જાડેજા સુધીના ખેલાડીઓ ક્રિકેટ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી જામનગર શહેરનું નામ રોશન કર્યું છે. ત્યારે હવે ક્રિકેટ ક્ષેત્રે જામનગરની દીકરીઓ પણ પાછળ નથી રહી. આગામી 20 સપ્ટેમ્બરે સુરતમાં બીસીસીઆઈ સંચાલિત અંડર 19 ડોમેસ્ટિક વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. જેના માટે સૌરાષ્ટ્ર અન્ડર-19 મહિલાઓની ટીમ પસંદગ કરવામા આવતા જામનગરની 7 દીકરીઓ આ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ક્રિકેટ સાથે જોડાયેલા જામનગરવાસીઓને આશા છે કે, જામનગરની દીકરીઓ આગામી દિવસોમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પણ સ્થાનમેળવશે. જે સાત મહિલાઓ ખેલાડીઓની પસંદગી કરવામા આવી છે તેમાં માહીનૂર ચૌહાણ, અનુષ્કા ગોસ્વામી, પ્રીતિકા ગોસ્વામી, શ્રુતિ જાડેજા, ખુશી ભીંડી, તહેસીન ચૌહાણ અને રાબિયા સમાનો સમાવેશ થાય છે.
જામનગર ડિસ્ટ્રીક એસોસિએશનમાં મહેન્દ્રસિંહ ચૌહાણ હાલ 40 થી 45 દીકરીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે અને ઇન્ડિયા લિસ્ટ ટીમમાં સ્થાન મેળવશે તેવી અમને આશા છે.

રિલેટેડ ન્યૂઝ