સૌરાષ્ટ્રના 12 ડેમ હાઈએલર્ટ, 20માં નોંધપાત્ર પાણી આવ્યું

ભાદર, આજી, મચ્છુ સહિતના ડેમની સપાટી વધી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચાર દિવસથી પડતા અવિરત વરસાદના પગલે 20 ડેમમાં પાણીની આવક બીજા દિવસે પણ ચાલુ રહી છે આજે ડેમમાં ગાથી 15 ફૂટ પાણી આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે જયારે એક ડઝનથી વધુ ડેમ 70થી 100 ટકા ભરાઈ જતા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા ભાદર, આજી-1, ન્યારી સહિતનાાડેમમા બીજા દિવસે પણ ધીમીધારે પાણીની આવક ચાલુ રહી છે. ભાદરમાં છેલ્લા 24 કલાકમાં 0.59 ફૂટ પાણી આવતા ડેમની સપાટી 18.60થઈ ગઈ છે હજુ ડેમ 50 ટકા ખાલી છે જયારે આજી-1માં 0,46 ફૂટ પાણી આવતા સપાટી 16.30 થઈ ગઈ છે ન્યા2ી-2માં 0.33 ફૂટપાણી આવ્યું છે આથી ડેમની સપાટી 20.70 ફૂટે પહોચી છે.
આ ઉપરાંત મોજમાં 0.69, આજી-3માં 0.75, ડોંડીમાં 1.31, છાપરવાડી-2માં 1.31,મચ્છુ-1માં 0.10, મચ્છુ-2માં 1.31, ડેમી-2માંં 0.16, બંગાવડીમાં 0.66, બાહ્મણીમાં 0.39, ફોફળ-2માં 0.16, આજી-4માં
0.66, ઉંડ-1માં 0.79, વર્તુ-2માં 0.49, ભોગાવો-2માં 0.39, ફલકુમાં 0.16, વાંસલમાં 0.16 ફૂટ નવું પાણી આવ્યું છે. ભારે વરસાદના કારણે કાબરકા, વર્તુ-1,વેણું-2, આજી-2, વેરી, છાપરવાડી-1, ઘોડાધ્રોઈ, મચ્છુ-3, ફુલઝર-1, વાડીસંગ, ફુલઝર(કો.બા.) ડેમ 70થી 100 ટકા ભરાઈ જતા આ તમામ ડેમને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ