જામનગરમાં 18, જૂનાગઢમાં 13 સહિત સૌરાષ્ટ્રમાં 53 પોઝીટીવ, 3ના મોત

કોરોનાનો હાહાકાર, સંક્રમણની ગતી તેજ બનતા લોકોમાં ભયનો માહોલ

ભાવનગર-10, માણાવદર-1, ગોંડલ-1, રાજકોટ-7 કોરોના પોઝીટીવ નોંધાયા
ખંભાળિયામાં વૃધ્ધા અને સાવરકુંડલાના વંડા ગામે પ્રૌઢનું કોરોનાથી મોત

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો વિકરાળ પંજો તેજ ગતીએ પ્રસરી રહ્યો છે. જેમાં ગઈકાલે વધુ પર કોરોના પોઝીટીવનો ઉમેરો થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જ્યારે લોકોમાં ભય ફેલાઈ ગયો છે.
સૌરાષ્ટ્રમાં ગઈકાલે વધુ ર1 કોરોના પોઝીટીવનો વધારો નોંધાયો હતો અને બે વ્યકિતના મોત નિપજ્યાં હતા. જામનગરમાં વધુ 18 કેસ, જૂનાગઢમાં 13 કેસ, ભાવનગરમાં 10 કેસ,
ભાણાવદરમાં 1 કેસ, રાજકોટ-7, ગોંડલના જામવાડીમાં 1 કેસ પોઝીટીવ નોંધાયો હતો. જ્યારે જામખંભાળિયામાં કોરોનાની સારવાર દરમિયાન વૃધ્ધાનું મોત અને સાવરકુંડલાના વંડા ગામના પ્રૌઢનું કોરોનાથી મોત નિપજ્યું હતું.
જામનગર
જામનગર જિલ્લામાં હાલારમાં બે દિવસ થોડી રાહત મળ્યા પછી આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ હાલારમાં ચિંતાજનક રીતે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યો છે. જામનગરની
જી.જી. હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીનો કુલ આંક બસ્સો એકવીસ એ પહોંચ્યો છે.
જામનગર જિલ્લાના 18 પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં કૃષ્ણનગરના 60 વર્ષના પુરુષ, સ્વામિનારાયણનગરના પ0 વર્ષના આધેડ, કાલાવડના પ6
વર્ષના પૌઢ, ધ્રોળના 14 વર્ષના તરૃણ અને 40 વર્ષનો યુવાન, શહેરના પવનચક્કી વિસ્તારનો ર6 વર્ષનો યુવાન, રણજીતનગર વિસ્તારના 74, વર્ષના વૃદ્ધ, ગુલાબનગર વિસ્તારના પ3 વર્ષના આધેડ, સોની વાડી પાછળ, ખંભાળિયા નાકા બહારના એક પુરુષ અને દિગ્વિજય પ્લોટ શેરી નંબર 63 ના 3ર વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. તેમજ ગઈકાલે બપોર બાદ ડો વિહંગ અમીન વર્ષ 5 પુરૂષ સરનામું : - 1119 - ન્યુ પી જી હોસ્ટેલ જામનગર, હસમુખભાઈ મોહનભાઈ કુલિયા વર્ષ 67 પુરૂષ સરનામું : - 21 દિગ્વિજય પ્લોટ જામનગર, જેરામભાઇ જેઠાભાઈ ગલાણ વર્ષ 60 પુરૂષ સરનામું : - બ્લોક આનંદ કોલોની ડેન્ટલ કોલેજ પાછળ જામનગર, સુશીલાબેન દિનેશભાઈ રામની વર્ષ 50 સ્ત્રી સરનામું : - રાધે ક્રિષ્ના પાર્ક ભારત પેટ્રોલ પંપ પાસે ગુલાબનગર જામનગર, અમુબેન ગોવિંદભાઈ ભટ્ટ વર્ષ 65 સ્ત્રી સરનામું : - બી -206 ગ્રીન રેસીડન્સી ક્રિષ્ના સ્કુલ પાસે ખોડીયાર કોલોની જામનગર, વનીતા શાંતિલાલ સાંગાણી વર્ષ 50 સ્ત્રી સરનામું : - 101 - અક્ષરધામ એપાર્ટમેન્ટ વાછરાદાદા ના મંદિર પાસે ઐર ફોર્સ ગેઈટ સત્યમ કોલોની જામનગર, નિર્મલાબેન અમૃતલાલ પરમાર વર્ષ 72 સ્ત્રી સરનામું : - રાણાનો ડેલો તહેરીયા સ્કુલ સામે દરબારગઢ - જામનગર, આબેદઅલી તાહિરઅલી વર્ષ 60 પુરૂષ સરનામું : - નેશનલ પાર્ક શેરી ન -4 બ્લોક ન 126 જામનગર, શિલ્પાબેન મુકેશભાઈ મેતા વર્ષ 55 સરનામું : - મોટી પોસ્ટ ઓફીસ પાછળ સોઢાનો ડેલો ચાંદી બજાર જામનગર જેમાં જિલ્લા પંચાયતના નાયબ ચીટનીસ અને એક ટાઈપીસ્ટનો સમાવેશ થાય છે. જ્યારે 10 દર્દીઓ સાજા થતા તેમને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમ્યાન આજે જામનગરના અને દેવભૂમિ દ્વારકા ના કુલ 179 સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે.અને હાલ કુલ 90 દર્દીઓ સારવાર હેઠળ છે.
જૂનાગઢ
જૂનાગઢ શહેર જિલ્લો કોરોના વાયરસમાં વધુ ને વધુ ફસાઈ રહ્યો હોય તેમ દર્દીઓનો વ્યાપ વધતો રહ્યો છે, તે વચ્ચે
ગઇકાલે જૂનાગઢ શહેરના 9, વિસાવદરના લીમધ્રા ગામના 2 તથા ભેસાણ પંથક અને માણાવદરમાં એક એક મળી જિલ્લાના કુલ 13 લોકો કોરોના ગ્રસ્ત બન્યા છે, તો અન્ય જિલ્લાના 1 ના એક વ્યક્તિ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે,
ગઇકાલે મંગળવારે શહેરમાં વધુ નવા 9 કોરોના પોઝીટીવ આવેલ છે, જેમાં 67 વર્ષિય પુરૂષ (વૃન્દાવન સોસાયટી મધુરમ), 50 વર્ષિય પુરૂષ (બી 204, શ્યામ એપાર્ટમેન્ટ અશ્વિનીનગર
જોષીપરા), 29 વર્ષિય મહિલા શ્રીનાથનગર, 60 વર્ષિય મહિલા (સુભાષનગર જોષીપરા) 62 વર્ષિય પુરૂષ (નીલ માધવ એપાર્ટમેન્ટ 502 જોષીપરા) 38 વર્ષીય પુરૂષ (કાળા પાણા ની સીડી), 50 વર્ષીય પુરૂષ ( બ્લોક નં. 16, સુંદરવન સોસાયટી જોશિપુરા), 27 વર્ષીય યુવાન શક્તિ નગર, શંતેશ્ચર રોડ, જોષિપુરા) તથા 21 વર્ષિય યુવતીનો સમાવેશ થાય છે, જેમાં યુવતીને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે.
આ ઉપરાંત વિસાવદરના
લિમધ્રા ગામના એક 25 વર્ષીય યુવાન તથા 33 વર્ષીય પુરૂષ તથા એક 24 વર્ષ સ્ત્રી માણાવદર અને એક 35 વર્ષ પુરુષ ભેસાણ ના મેન્દપરા ગામના પોઝિટિવ પોઝિટિવ આવેલ છે. તો અન્ય જિલ્લાના એક સારવાર લઈ રહેલ દર્દીનો રિપોર્ટ જુનાગઢમાં પોઝિટિવ આવ્યો છે.
માણાવદર
માણાવદર શહેરમાં બાંટવા રોડ ઉપર આવેલા ચુનાની ભઠ્ઠીના એરીયામાં એક મહિલા મયુરીબેન અશોકભાઈ (ઉ.વ.24)નો રીપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર શહેરમાં ખળભળાટમચી ગયો છે. આમ તો તાલુકામાં બે કેસ અગાઉ ગ્રામ્યમાં કેસ આવેલ હતા. ફરી શહેરમાં જ આજે અત્યારે કેસ જાહેર થતાં સનસનાટી મચી છે.
જામખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં
મુંબઈથી આવેલા એક બ્રાહ્મણ વૃધ્ધાને પખવાડિયા પૂર્વે કોરોના હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેનું ગઈકાલે બપોરે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ મુંબઈના થાણા વિસ્તારમાંથી
ગત્ તા. 6 જૂનના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પુત્ર સહિત અન્ય બે સાથે આવેલા શાંતાબેન રાજેશભાઈ ભોગાયતા નામના 78 વર્ષના મહિલાને કોરોના અંગેની બીમારીના લક્ષણો જણાતા તેમણે ગત્. તા. 15 મી ના રોજ કોરોનાનુ સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ તા. 16 મી ના રોજ પોઝીટીવ આવ્યો હતો. આ સાથે તેમના પુત્રને પણ કોરોના હોવાનુ જાહેર થયું હતું.
ડાયાબિટીસ સહિતની બીમારીના કારણે
શાંતાબેનને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી હતી. દરમિયાન ગઈકાલે મંગળવારે બપોરે તેમનું જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કોરોના પોઝિટિવ તેમના પુત્ર સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ભાવનગર
ભાવનગર જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન 10 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ
કેસોની સંખ્યા 257 થવા પામી છે. ભાવનગરના એશીયન પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા 41 વર્ષીય અરવિંદભાઈ ઈટાલીયા, પટેલ પાર્ક-1, કાળીયાબીડ ખાતે રહેતા 42 વર્ષીય ગીતાબેન ઈટાલીયા, ક્રિષ્ના સોસાયટી, કાળીયાબીડ ખાતે રહેતા દંપતી 52 વર્ષીય અલ્કાબેન શેઠ અને 54 વર્ષીય ભુપતભાઈ શેઠ, ભાવનગરમા નર્સિંગ હોસ્ટેલ ખાતે રહેતા 23 વર્ષીય શિતલ સોલંકી, મહુવાના ભાદ્રા ખાતે રહેતા 32 વર્ષીય રાજેશભાઈ સીસારા, શિહોરના એશીયન પાર્ક, કંસારા બજાર ખાતે રહેતા 45 વર્ષીય જયેશભાઈ કંસારા, વલ્લભીપુરના ફુલવાડી ખાતે રહેતા 70 વર્ષીય ચમનભાઈ દલવાડીયા અને બુધેલ ગામ ખાતે રહેતા 46 વર્ષીય રમેશભાઈ મોરી, તળાજામાં મહુવા રોડ પર આવેલી સુમીતનાથ સોસાયટીમાં રહેતા નારણભાઇ જશાભાઇ બાલાસરા (ઉ.વ. 60)નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. જ્યારે 2 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ભાવનગરના કુંભારવાડા હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર નં.25માં રહેતા ઇસાભાઇ અહમદભાઇ મગરેબી (ઉ.વ. 67)નો પોઝીટીવ
રિપોર્ટ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં સારવારમાં રાખવામાં આવ્યા હતા તેમનું આજે સવારે મોત નિપજ્યું હતું, ઇસાભાઇને અન્ય બિમારી પણ હોવાથી આ મોત કોરોનાની ગણતરીમાં ન લેવાનું હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
ગોંડલ
ગોંડલ પંથકમાં કોરોના બેકાબુ બનવાં પામ્યો છે.આજે જામવાડી માં એક વ્યક્તિ ને કોરોના પોઝીટીવ બહાર આવતાં અત્યાર સુધીમાં ગોંડલ પંથકમાં કોરોના પોઝીટીવ 18 કેસ
નોંધાયા છે. જામવાડી રહેતાં જયંતિભાઇ બચુભાઈ મકવાણા ઉ.44 ની તબીયત બગડતાં મેડીકલ ચેકઅપ દરમ્યાન કોરોના પોઝીટીવ બહાર આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં જ્યારે તેમનાં માતા પિતા સહીત ચાર વ્યક્તિ ને કોરોન્ટાઇન કરાયાં હતાં. બ્લોક હેલ્થ ઓફીસર ડો.ગોયલ નાં જણાંવ્યા મુજબ જયંતિભાઇ જશદણ ખાતે જીઇબી માં હેલ્પર તરીકે ફરજ બજાવે છે.જશદણ માં પોઝીટીવ કેસ આવ્યો હોય સંક્રમીત બન્યાં હોવાની સંભાવના છે.ગોંડલ માં દિવસે ને દિવસે કોરોના વિકરાળ બની રહ્યો છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં ગઈકાલે વધુ એક કોરોનાનાં દર્દીનું મોત થતાં જિલ્લામાં કોરોનાનાં કારણે કુલ મૃત્યુ આંક 7 સુધી પહોંચી
જતાં જનતામાં ભયનો માહોલ ઉભો થયો છે. સાવરકુંડલાનાં વંડા ગામનાં પર વર્ષીય પ્રૌઢનો રિપોર્ટ ગઈકાલે પોઝિઠિવ આવ્યા બાદ તેની સારવાર ભાવનગર ખાતે શરૂ કરવામાં આવી હતી જયાં બપોરે 4 કલાકે તેમનું અવસાન થયાનું જાણવા મળેલ છે.
અમરેલી જિલ્લામાં કોરોનાનાં દર્દીઓ અને મોતનો આંક વધી રહૃાો હોય અનેક શહેરોનાં વેપારીઓ સાવરકુંડલાનાં વેપારીઓની જેમ બપોરનાં રથી 3 વાગ્ય સુધી દુકાનો શરૂ રાખવાનું વિચારી
રહૃાાનું જાણવા મળેલ છે. અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર આગળ વધી રહૃાો હોય જિલ્લાની જનતા આરોગ્ય વિભાગની સુચનાઓનું પાલન કરે તે અત્યંત જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ