કોરોનાની ટ્રેજેડી માં સરકારી કોમેડી !

હવે એટલું જ સાંભળવાનું બાકી હતું કે ઓડ-ઈવન ફોર્મ્યુલામાં દુકાને એક દિવસ વેપારી આવશે ને બીજા દા’ડે ગ્રાહકો ! સ્કૂલે એક દિવસ શિક્ષકોએ આવવાનુંને બીજા દા’ડે ભણવા છાત્રોએ આવવાનું ! કોરોનાના કપરી ટ્રેજેડીને સરકારે એવી કોમેડીમાં પલ્ટાવી કે લોકો મુંજાઈ જાય : હસવું કે રડવું ?
લોકડાઉનમાં સરકારમાં કેટલુ પાણી છે તે આ કપરા સમયમાં મપાઈ ગયુ અનેક એવા નિર્ણયો હતા જે સામાન્ય
લોકોને વિચારતા કરી દીધા હતા. સ્કૂટરની પાછળ પરિવારના જ સભ્યો બેસી શકે આવું કોઈ દિ’ હોય ? નિર્ણયથી સરકારની ચારે-બાજુથી સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યું છે.
કોરોનાને લોકોની ઠામૂકી આઝાદી જ
ગ્રીનથી લીધી છે. બસમાં બેસો તો ‘ગન’ લઈ કોઈ કપાળે બંદુક મારતું હોય તેવો ડર લાગે. મોટી વાત જો ઉનાળામાં થોડો સમય તડકામાં ઉભા રહો પછી ટેમ્પરેચર ગન કપાળ ઉપર મુકવામાં આવે તો તમને ‘તાવ’ આવે એટલે બસમાં બેસવાનું નહીં. જ્યાં હતા ‘ધોયેલ મુળા’ની જેમ જતુ રહેવું !
તાજ્જૂબની વાત છે કે ફલાઈટમાં લોકો બાજુબાજુમાં બેસી શકે પણ કારમાં માત્ર ત્રણ લોકો જ ! જો કોરોનાના લક્ષણો હોય તે ત્રણ વ્યક્તિને
પણ લાગી શકે કારમા કે ફલાઈટમાં છ ફુટનું અંતર જળવાતુ નથી છતાંય આપણી કારમાં જો ચાર જણા હોય અને શહેરમાં કામ માટે નિકળી તો દિલ ધકધક થઈ જ રાખે.
કરિયાણાની દુકાને ખરીદી કરવા જાય તો લાઈનમાં ઉભુ
રહેવાનું. 30 મિનિટે વારો આવે. જાહેરમાં થુંકતા લોકો ડરી રહ્યા છે. એવા નિયમો છે ને કે લોકો ઘરની બહાર નિકળતા પહેલા ‘લક્ષ્મણરેખા’ ઓળંગતા હોય તેમ 200 વાર વિચાર કરવો પડે.
ઘરની બહાર પણ મુકો એટલે માસ્કપહેરવાનું, થુંકી લેવાનું, લાઈનમાં જ કાર કે સ્કૂટર ચલાવવાનું. રાત્રે 9 પહેલા ઘરમાં પુરાઈ જવાનું એવા કોઈ દિ’ કોઈએ જોયું-જાણ્યું ન હોય તેવા નિયમો સરકાર બનાવી
રહી છે.
લોકો હાલ તો આર્થિક
સ્કૂટરમાંથી પસાર થઈ રહ્યા છે. પરિસ્થિતિ ખરાબ છે તેનો વિચાર કરવાના બદલે નિયમો બનાવામાં સરકારને એટલો રસ છે કે વાત પુછોમાં ! કારણ કે આવા નિર્ણયોથી સરકારની તિજોરીમાં આવક બમણી થઈ રહી છે.
રાજ્ય
સરકારે ગરીબો અને મધ્યમવર્ગ માટે ‘મોટાઉપાડે’
લોન આપવાની જાહેરાતો કરી નાંખી તે જાહેરાતને 15 દિવસનો સમય વિતી ગયો લોકો
44 ડિગ્રી ધોમધખતા તાપમાં
શેકાઈને લાઈનમાં ઉભા રહ્યા ત્યારે બેંકો અને
સરકારના સંકલનના અભાવના કારણે કોઈને હજુ ફુટી કોડી પણ મળી નથી.
લોકડાઉન બાદ શહેરોમાં આર્થિક ભીસના કારણે લોકો ‘દવા પી’ મજબુર બન્યા છે તેના કરણા આ નિયમોના આઘાતમાં કેટલાક દવાની શીશી ગટગટાવે તો
નવાઈ નહીં. કેમ કે આટઆટલા નીતિ-નિયમોની જાળમાં ફસાવી આખરે કોરોનાને તો સરકારે છુટ્ટો મુકી દીધો. સરકાર હવે કહે છે કોરોના સાથે જીવતા શીખો. હવે તમે જ વિચાર કરો, જે પ્રજા આવી સરકાર સાથે જીવતા શીખી ગઈ હોય તેને કોરોના સાથે જીવવાની શિખામણ આપવી પડે ?

રિલેટેડ ન્યૂઝ