રાજકોટમાં લાઈટહાઉસ આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરતા મોદી

મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ, આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે ઈનોવેટીવ ગ્રીન ક્ધસ્ટ્રક્શન ટેક્નોલોજીથી બનનારા 1144 આવાસ નો શિલાન્યાસ આજે શુક્રવાર 1લી જાન્યુઆરી-2021ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ આવાસોનું નિર્માણ ભારત સરકારના નલાઈટ હાઉસ પ્રોજેક્ટથ અંતર્ગત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના શ્રેષ્ઠતમ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) એવોર્ડ-2019 અંતર્ગત સ્પેશ્યલ એવોર્ડ કેટેગરી અંતર્ગત ગુજરાતને નપોલિસી ઈનિશિયેટીવ્સથ, બેસ્ટ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ઓન પ્રાઈવેટ
લેન્ડથ અને નબેસ્ટ ઈન-સીચ્યુ સ્લમ રીહેબિલિટેશન પ્રોજેક્ટ માટે એવોર્ડ પ્રાપ્ત થયા છે. દેશના પ્રત્યેક પરિવારને વર્ષ 2022 સુધીમાં પોતાનું પાકુ ઘર મળે તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે નહાઉસિંગ ફોર ઓલ બાય 2022’ મિશન હાથ ધર્યું છે. જે અંતર્ગત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામાન્ય નાગરિકો માટે પરવડે તેવી કિંમતે આવાસોનું નિર્માણ કરવા પ્રોત્સાહન માટે પ્રતિવર્ષ આ એવોર્ડ આપવામાં આવે છે.
આજના આધુનિક યુગમાં વૈશ્વિક સ્તરે શહેરીકરણનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે શહેરોમાં પર્યાવરણને સાનુકૂળ હોય તેવી ગ્રીન ટેક્નોલોજીથી આવાસોનું નિર્માણ થાય તે દિશામાં કેન્દ્ર અને ગુજરાતસરકારે પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે ભારત સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા વિશ્વસ્તરે સફળ નિવડેલી છ ટેક્નોલોજીની પસંદગી કરવામાં આવી છે.
આ ટેક્નોલોજીથી ‘લાઈટ હાઉસ
પ્રોજેક્ટ’ હેઠળ ભારતના છ શહેરો - રાજકોટ, ઈંદોર, ચેન્નાઈ, રાંચી, અગરતાલા અને લખનઉ - પ્રત્યેકમાં 1000થી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. જે પૈકી રાજકોટ ખાતે બનનાર 1144 આવાસોનો શિલાન્યાસ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન ક્ધસ્ટ્રક્શન પદ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે તેવી, હોનારતોમાં ટકી શકે તેવી મજબૂત અને પર્યાવરણને સાનુકૂળ એવી
ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત આ મકાનો ઈનોવેટીવ ક્ધસ્ટ્રક્શન ટેક્નોલોજી ક્ષેત્રે રિસર્ચ, ટેસ્ટીંગ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને જનજાગૃતિ માટેની એક નલાઈવ લેબોરેટરીથ સમાન બની રહેશે. આ આવાસના નિર્માણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી પ્રતિ આવાસ રૂ. 1.5 લાખની સહાય ઉપરાંત કેન્દ્રીય હાઉસિંગ મંત્રાલય દ્વારા વધારાની ગ્રાંટ પણ ફાળવવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ