રાજ્યમાં 30 જુલાઇ સુધી ભારેથી અતિ ભારેની વરસાદીનીહવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં સિઝનનો 34.60 % વરસાદ નોંધાયો છે. 28 જિલ્લાના 122 તાલુકામાં વરસાદ ની જમાવટ થઈ છે. સવા થી અડધો ઇંચ વરસાદ 24 કલાક માં રાજ્યમાં પડ્યો છે.જયારે કે રાજ્યમાં હાલ વરસાદ નું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 30 જુલાઈ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ગઈકાલે મંગળવાર ના રોજ વરસાદ પડ્યો ન હતો વરસાદ એ વિરામ લીધો હતો રાત્રે હળવો વરસાદ નોંધાયો હતો જોકે દિવસ દરમ્યાન વાદળો ઘેરાયા હતા પણ વરસાદનું આગમન થયું ન હતું . પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક પ્રસરી હતી . હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 30 જુલાઈ સુધી ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાંસર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તો દરિયા ન ખેડવા માછીમારોને પણ સૂચના આપવામાં આવેલ છે. સાથેજ દરિયા કિનારે વસતા લોકોને પણ ત્યાંથી દૂર રહેવા જણાવવામાં આવ્યા છે.

ઉત્તર અને માધ્ય ગુજરાતમાં ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરસાદના આગમન થી ખેતીના ઉભા પાકને જીવનદાન મળ્યું છે. ત્યારે હજુ વરસાદ વધુ થવાની શક્યતા છે. ઓગસ્ટમાં ભારે વરસાદ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. ગુજરાતમાં પણ તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે. ત્યારે રાજ્યમાં 5 થી 8 ઓગસ્ટ માં અનેક ભાગો માં ભારે વરસાદ થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ