વેપાર-ઉદ્યોગ માટે રાહત પેકેજ આવશે

લોકડાઉનમાં સહયોગ બદલ વેપાર-ઉદ્યોગોને આઇટી અને જીએસટીમાં રાહત અપાશે
(પ્રતિનિધિ)
અમદાવાદ તા.27
તાજેતરમાં યુએસ સરકારે તેના અર્થતંત્રને સપોર્ટ કરવા 2 લાખ કરોડ ડોલરનું પેકેજ જાહેર કર્યુ છે, જેની સામે ભારત સરકારે આ એક શરૂઆત કરી છે. જો કે હજી મોદી સરકાર એક પછી એક પગલાં લાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મોદી સરકારની પ્રાધાન્યતા ગરીબ-વંચિત વર્ગ છે એ પછી નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ અને આખરે સમૃધ્ધ વર્ગ પણ આવશે, જેમને સરકાર એવી રીતે રાહત આપશે, જેનો અંતિમ લાભ પ્રજાને અને અર્થતંત્રને પણ પહોંચે.
મોદી સરકાર વતી હાલ નાણાં પ્રધાને કેટલાંક મદ્દ્ા બાબતે મગનું નામ મરી પાડયું
નથી. જેમ કે લોકોના હોમ લોનના હપ્તા, વેપારી વર્ગ કે કંપનીઓના બેંક લોનના હપ્તા, તેમની માટે માર્યદિત સમય માટે કરવેરાની રાહત, વગેરે. માર્ચ અંત સુધીમાં આ નવી જાહેરાત પણ આવવાની આશા પાકકી છે. સંભવત એપ્રિલમાં રિઝર્વ બેંકની નાણાં નીતિમાં આવી જાહેરાત આવી શકે છે. વર્તમાન દેશવ્યાપી લોક ડાઉનના કપરાં સંજોગોમાં સરકારને સહકાર આપનાર નાના-મોટા વેપાર-ઉધોગને ઈન્કમ ટેકસ, ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) માં ચોકકસ સમયગાળા માટે રાહતની અપેક્ષા છે. જો મોદીજી એમ કહેતા હોય કે આ વર્ગ તેમના કર્મચારીઓનો પગાર ન કાપે, તેમને સહાય કરે, તેમની નોકરી સાચવે,જેવી જવાબદારી તેમનાં પર નાંખતા હોય તો આ


વર્ગને એ મુજબ રાહત પણ આપવી જોઈએ. કારણ કે આ વર્ગ પણ ધંધાની મંદીથી ગ્રસ્ત અને ત્રસ્ત છે. સરકારે વર્તમાન સમયમાં જે સેકટર કોરોનાથી વધુ પ્રમાણમાં અસરગ્રસ્ત છે તેને કર રાહત આપવી જોઈએ. વ્યાજના દર
ઘટાડી ધિરાણ માગ વધે અને તેને પગલે વપરાશ વધે એવું કરવું જોઈએ. નોન-બેન્કિંગ ફાઈનાન્સીયલ કંપનીઝ માટે પ્રવાહિતાની સ્થિતી સુધારવી જોઈએ, જેથી તે વધુ ધિરાણ કરવા સક્ષમ બને. જેમના લોનના હપ્તા ચાલુ છે એવા વર્ગ માટે ચોકકસ સમયગાળાની રાહત મળવાની આશા રખાઇ છે. બેંકોની એનપીએ (નોન-પફોર્મિગ એસેટસ) વધવાની શકયતા ને ધ્યાનમાં રાખી તેમાં રાહત મળવાની આશા રિઝર્વ બેંક પાસે છે. જે વેપાર-ઉધોગની લોનની સમસ્યા છે તેમને તેમની પાત્રતા આધારે ધિરાણની પુન:ચુકવણી ના સમયપત્રકને બદલી આપવું જોઈએ. અમુક સમય માટે વ્યાજ માફી પણ આપી શકાય. બેંકોને આ માટે જનારી ખોટને સરકારે બીજી રીતે સરભર કરી આપવી જોઈએ. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેકટર માટે વધુ ભંડોળ ફાળવણી કરવી જોઈએ. અલબત્ત, મોદી સરકારની યાદીમાં આ બાબતો હશે, તેથી આશા રાખીએ કે આ રાહત પણ નજીકના ભવિષ્યમાં આવે.

રિલેટેડ ન્યૂઝ