લંડનનું ‘મિનિ ગુજરાત’ લેસ્ટર પણ કોરોનાગ્રસ્ત

અમદાવાદ તા.26
ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ લીધી છે. ભારતમાં 80 શહેરો અથવા જિલ્લાને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ રીતે દુનિયાના ઘણાં દેશોના મોટા શહેરોને કોરોનાથી બચાવવા માટે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ રીતે મિનિ ગુજરાત તરીકે ઓળખાતા લેસ્ટરમાં પણ રસ્તા સૂમસામ દેખાઈ રહ્યા છે. અહીં રહેતા એક ગુજરાતએ વિડીયો શેર કર્યો છે જેમાં ત્યાંની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે.
ખાનગી મીડિયા ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં એક ગુજરાતી શખ્સ લંડનની સ્થિતિ અંગે વાત કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે


અહીં પરિસ્થિતિ ઘણી જ કઠીન બની રહી છે.તેઓ બેલગ્રેવ રોડ પરથી લેસ્ટર અને લંડનની સ્થિતિનો ચિતાર વર્ણવીને જણાવી રહ્યા છે કે, અહીં એક કલાકમાં એક હજાર કાર પસાર થાય છે ત્યારે અત્યાર આ રસ્તો સૂમસામ
બની ગયો છે. રસ્તા પર તેઓ જણાવી રહ્યા છે કે અહીં સ્વયંભૂ કર્ફ્યૂ છે અને લોકો કોરોના વાયરસના ભયના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ત્યાં (ભારત)માં સ્થિતિ સારી છે અહીં તો કોરોના વાયરસના કારણે મોઘવારી આકાશ આંબી રહી છે. તમને જે શાકભાજી વ્યસ્થિત મળે છે અહીં તેની ભારે અછત છે.

રિલેટેડ ન્યૂઝ