‘દિનકર યોજના’ હેઠળ ગીર જેવા જંગલ વિસ્તારના ખેડૂતોને દિવસે વીજળી આપવા પ્રથમ પ્રાધાન્ય અપાશે: મુખ્યમંત્રી

ગાંધીનગર તા,27
રાજ્યના ગીર સહિત જંગલ વિસ્તારના ખેડૂતોને જંગલી પ્રાણીઓના હુમલાથી સંરક્ષણ મળી રહે તે માટે નવીન ‘દિનકર યોજના’ હેઠળ દિવસે ખેતી માટે વીજળી આપવા પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોનું હિત જોયું છે. ખેડૂતોની દિવસે સિંચાઇ
માટે વીજળી આપવાની રજુઆતને ધ્યાને લઈને ગુજરાત સરકારે આ વર્ષના અંદાજપત્રમાં નવીન ‘દિનકર યોજના’ અમલી બનાવી છે. જેમાં આગામી ત્રણ વર્ષમાં નવીન ઈન્ફ્રાસ્ટ્રકચરના માધ્યમથી રાજ્યના તમામ ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપવામાં આવશે. એટલે કે હવે રાજ્યનો ખેડૂત રાત્રે નિરાંતે આરામ કરી શકશે. આગામી આષાઢી બીજ પહેલા રાજ્યના ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવામાં આવશે. તેમ જણાવી વિધાનસભા


ગૃહમાં વડોદરા શહેરના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા પૂછાયેલ પ્રશ્ર્નો ઉત્તર આપતા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે કહ્યું હતું કે વડોદરા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સામાન્ય યોજના
હેઠળ રૂા.56.67 કરોડના ખર્ચે 3,233 કૃષિ વિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા છે.
કૃષિ વીજ જોડાણમાં પેઈડ, અંડરપેમન્ટ અને રજિસ્ટર એમ ત્રણ પ્રકારની અરજીઓ પડતર
હોય છે.
પાંચ એચ.પી.ના મોટરની કૃષિ વીજ માટે
પ્રતિ જોડાણ કુલ રૂા.1.66 લાખનો ખર્ચ થાય છે તેમાં ખેડૂત પાસેથી માત્ર રૂા.7.665 લેવામાં આવે છે તેમ વધુ માહિતી આપતા ઉર્જા મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ