રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂપિયા 3095 કરોડનું ઐતિહાસિક પેકેજ સરકારે જાહેર કર્યું: કૃષિમંત્રી આર.સી.ફળદુ

કમોસમી અતિવૃષ્ટિ સંદર્ભે ખેડૂતોના આંસુ લૂછવાનું કામ આ સરકારે કર્યું

રાજ્યના 251 તાલુકા પૈકી 248 તાલુકાઓને આવરી લેવાયા
ભાવનગર બોટાદ જિલ્લાના 1.97 લાખ ખેડૂતોને રૂ.132.28 કરોડ ચૂકવાયા
છોટાઉદેપુર જિલ્લાના 2461 ખેડૂતો પૈકી 1309 ખેડૂતોને સહાય: 1152 અરજીઓ ડુપ્લિકેશનના લીધે બાકી

ગાંધીનગર તા,27
કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સંદર્ભે ખેડૂતોને સહાયરૂપ થવા-આંસુ લૂછવાનું કામ અમારી સરકારે કરીને ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું 3095 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે અને સહાય ચૂકવી દેવાઈ છે.
વિધાનસભા ખાતે છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ ખેતી પાકોના નુકસાનના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યું કે,
જુલાઈથી ઓકટોબર માસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે અને ખેતીના પાકોને નુકસાન થયુ છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ રાજ્યના 251 તાલુકાઓ પૈકી 248 તાલુકાઓને


આવરી લેવાયા છે. આ પેકેજમાં 125 તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ થયો હતો જેમાં પ્રતિ હેક્ટરદીઠ રૂપિયા 6800 સહાય બે હેકટરની મર્યાદામાં, 42 તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ થયો
હતો જેમાં પ્રતિ ખેડૂત દીઠ રૂપિયા 4,000 તથા 81 તાલુકાઓમાં તમામ ખેડૂતોને રૂ.4,000 ચૂકવવાનો નિર્ણય આ પેકેજ હેઠળ કરીને નાણાં ઓન લાઇન પદ્ધતિ થકી ખેડૂતોના ખાતામાં સીધે સીધા પારદર્શિતાથી ચૂકવવામાં આવી રહ્યાં છે.
મંત્રી ફળદુએ ઉમેર્યું કે, છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં 2461 ખેડૂતોએ અરજી કરી હતી અને એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ મુજબ ચુકવણું કરાયું છે જેમાં 1309 ખેડૂતોને રૂ 57.90 કરોડનું ચુકવણું કરી
દેવાયું છે. જ્યારે 1152 અરજીઓ એવી હતી કે જેનું ડુપ્લિકેશન થયું હોવાથી ચકાસણીની પ્રક્રિયા ચાલું છે જે પૂર્ણ થયેલ સહાય સત્વરે ચૂકવી દેવાશે.
મંત્રી ફળદુએ ઉમેર્યું કે, ભાવનગર અને બોટાદ જિલ્લામાં
કમોસમી
અને અતિવૃષ્ટિથી અસર પામેલા 2,75,243 ખેડૂતોએ અરજી કરી હતી તે પૈકી 1,97,530 ખેડૂતોને સહાય મળવાપાત્ર હતી તે તમામ ખેડૂતોને રૂ.132.28 કરોડની સહાય ચૂકવી દેવાઈ છે.

રિલેટેડ ન્યૂઝ