અનામત અન્યાયની રાવ ટ્રમ્પને કરશે કોંગ્રેસી MLA

ગાંધીનગર તા.14
એલઆરડીની ભરતીમાં અનામતના મુદ્દે શરૂ થયેલું આંદોલન ધીરે ધીરે વેગવાન બની રહ્યું છે. હવે આ આંદોલનમાં કોંગ્રેસ મેદાને ઉતરી છે. માલધારી સહીત અન્ય આંદોલનકારીના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ચંદનજી ઠાકોર, નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. સરકારે આંદોલન ઠારવા માટે એલઆરડીના પરિપત્રમાં ફેરફાર કરવા તૈયારી કરી છે. ત્રણ-ચાર દિવસમાં જ આ પરિપત્રમાં સુધારો કરવા ખાતરી આપી છે. આમ છતાંય આંદોલનકારીઓ માનવા તૈયાર નથી. દરમિયાન ધારાસભ્ય નૌશાદ સોલંકીએ એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર આ મુદ્દે યોગ્ય ન્યાયી નિર્ણય નહિ લે તો, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યક્રમનો વિરોધ કરીશું. કોંગ્રેસના ધારાસભ્યની ચીમકીને પગલે પોલીસ- સરકાર મુંઝવણમાં મુકાઈ છે.

રિલેટેડ ન્યૂઝ