બેવફા કિન્નરનું પ્રેમી કિન્નરે કરાવ્યું ખૂન

અમદાવાદ તા.14
સરદારનગર વિસ્તારમાં કિન્નરની હત્યા થતાં પોલીસ દોડતી થઈ છે. નોબલનગરમાં આવેલા વાલ્મીકીનગરમાં રહેતા મમતા (કિન્નર)ને તેના જ પ્રેમીએ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસનું કહેવું છે કે મમતા તેના પ્રેમી અજય નાડિયા સાથે છેલ્લા ઘણા સમયથી વાલ્મીકી આવાસમાં ભાડે રહેતા હતા.
સરદાર નગર પોલીસ સ્ટેશનના પીઆઈ હેમંત પટેલે જણાવ્યું છે કે, આરોપી નાડિયાની ગણતરીના કલાકોમાં પોલીસ ધરપકડ કરી લીધી છે. તેને પણ ઈજા પહોંચી છે હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે તેના અન્ય બે સાગરીતોની શોધખોળ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મમતા અને નાડિયા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બંને છેલ્લા ઘણા સમયથી સાથે રહેતા હતા. નાડિયાએ પોતાના હાથ પર મમતાના નામનું ટેટૂ પણ ત્રોફાવ્યું છે. મમતાને શંકા હતી કે તેના પ્રેમી

અજયને અન્ય કોઇ કિન્નર સાથે પણ સંબંધ છે. જેથી બંન્ને વચ્ચે અનેક વખત આ બાબતને લઇને બોલાચાલી થતી હતી.
આ મુદ્દે ગત મંગળવારે રાત્રે મમતા અને નાડિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં નાડિયાએ મમતાને ચપ્પાના ઘા મારતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઇમબ્રાન્ચ સહીતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોચ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ