ઓવર ટુ ‘કાશી’ ઓફ ક્રિકેટ

અમેરિકાના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન મોદી જેનું ઉદ્ઘાટન કરવાનાં છે તે મોટેરાની મોટી-મોટી વાતો…

અમદાવાદ: અમદાવાદીઓ સહિત ગુજરાત અને દેશની પ્રજા અમેરિકાના રાષ્ટ્રપતિને આવકારવા થનગની રહી છે. ત્યારે તેમનું મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કેમ છો ટ્રમ્પ નામે એક કાર્યક્રમ યોજાવાનો છે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યારે તેને લઈને સ્ટેડિયમને સળગારવાથી લઈને તેની બાકી કામગીરી પૂર્ણ કરવા માટે રાતદિવસ કામગીરી ચાલી રહી છે. સ્ટેડિયમનો અંદરનો આંખોને જોતી કરી દે તેવો નજારો દર્શાવતી તસવીરો સામે આવી છે. મોટેરા સ્ટેડિયમમાં હજુ બે મહિના ચાલે તેટલું કામ બાકી છે. પરંતુ ટ્રમ્પની વિઝિટના પગલે આ કામ રાત-દિવસ અલગ-અલગ શિફ્ટમાં કામદારોને લગાવીને પૂરું કરવાનો ટાર્ગેટ છે. ત્યારે રાતદિવસ કામગીરી ચાલી રહી છે. માત્ર 10 દિવસમાં જ કામ સમેટી લેવા પ્રયાસ ચાલી રહ્યા છે. સ્ટેડિયમમાં ખુરશીઓ ગોઠવવામાં આવી રહી છે. લાલ, વાદળી, પીળા, મરૂણ સહિતના કલરની અલગ અલગ દિશામાં ખુરશીઓ ગોઠવીને સ્ટેડિયમના અંદરના નજારાને રંગબેરંગી બનાવાયું છે. સ્ટેડિયમમાં ઉપરથી એન્ટર થતાં જ અંદરનો નજારો આંખોને મોહી લે છે. લીલોતરીનો સાક્ષાત્કાર વચ્ચે એક મોટા વર્તૂળમાં થાય છે. ક્રિકેટ ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં બનતા વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમ-મોટેરાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મોટેરાનું 90% ટકા કામ થઇ ગયું છે અને 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ તૈયાર છે. સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ 1982માં બન્યું હતું, તેની બેઠક ક્ષમતા 50 હજાર હતી. મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. મેલબોર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરા 18 હજારના માર્જિનથી તેને હરાવશે. સ્ટેડિયમ વિશે વાત કરતા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, અમે ત્યારના ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન પ્રેસિડેન્ટ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જૂના અર્ધા સ્ટેડિયમને ડિમોલીશ કરીને રિનોવેટ કરવાની વાત કરી હતી. જોકે તેમનું વિઝન તદ્દન જુદું હતું. તેમણે મને પૂછ્યું કે સ્ટેડિયમને કેટલો સમય થઇ ગયો છે? મેં કહ્યું 25 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તો તેમણે કહ્યું કે સ્ટેડિયમને અર્ધું તોડીને રિનોવેટ કરવાનો કોઈ અર્થ નથી. મોદીનું ડ્રિમ હંમેશા નંબર 1 બનવાનું રહ્યું છે. મોદીએ અમને કહ્યું કે વર્લ્ડના ક્યા ક્યા સ્ટેડિયમ સૌથી મોટા છે? અમે કહ્યું કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્બેન અને સિડનીનું સ્ટેડિયમ છે. તેમજ અમે તેમને કહ્યું કે તમે કહેશો એ પ્રમાણે મોટામાં મોટું સ્ટેડિયમ બનાવશું. તો તેમણે કહ્યું કે બનાવવું જ હોય તો આપણે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવીએ અને અમને 1 લાખથી વધુની બેઠક ક્ષમતાવાળું બનાવવા કહ્યું હતું. તે દરમિયાન અત્યારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ક્રિકેટના પ્રેસિડેન્ટ બન્યા હતા. એમનું પણ એજ ડ્રિમ હતું અને એમણે કહ્યું કે, સાહેબે કીધું છે 1 લાખ તો આપણે 1 લાખને 10 હજારની ક્ષમતાવાળું સ્ટેડિયમ બનાવીએ. આ સ્ટેડિયમ ગુજરાતનું નજરાણું બનશે.
ક્રિકેટનું મક્કા નહીં, કાશી કહો
નથવાણીએ વધુ ઉમેરતા કહ્યું કે, ક્રિકેટ વિશ્વમાં અત્યાર સુધી લોર્ડ્સને મીકા ઘર ક્રિકેટ કહેવાનો રિવાજ છે. લોર્ડ્સથી ય અદકેરાં બનનાર મોટેરા સ્ટેડિયમને હું ક્રિકેટનું કાશી કહીશ. કારણ કે આ નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાતને વિશ્વના નકશા પર મોખરે મૂકવાની તેમની ધગશનું આ પરિણામ છે. આથી તે નરેન્દ્રભાઈના સંસદિય મતવિસ્તાર કાશીના નામે ઓળખાય એ આવકાર્ય છે. અમે આખું સ્ટેડિયમ મોદીને અર્પણ કરી રહ્યા છીએ. અમે તેમને વિનંતી કરીશું કે તમે આવીને દુનિયા સમક્ષ સ્ટેડિયમને ખુલ્લું મુકો. 2019ના વર્લ્ડ કપમાં વરસાદે વિલનની ભૂમિકા ભજવી હતી. વરસાદ તો બંધ થાય પણ ગ્રાઉન્ડ કોરું થાય ત્યારે જ મેચ શરૂ થાય ને! મોટેરા ખાતેની ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે ગમે તેટલો વરસાદ ભલેને પડે મિનિમમ 20થી લઈને મેક્સિમમ 30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઇ જશે. ખેલાડીઓ અને ફેન્સ સુનિશ્ચિત રહેશે કે વરસાદ અટકે તો મેચ શરૂ થવામાં વધુ સમય નહીં લાગે. ભારતમાં બેંગ્લુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમ પછી આ બીજું સ્ટેડિયમ બનશે કે જેમાં આ પ્રકારની વિશિષ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. જોકે તમને જણાવીએ કે બંનેની ડ્રેનેજ સિસ્ટમ અલગ અલગ ટેક્નોલોજી પર કામ કરે છે.

રિલેટેડ ન્યૂઝ