ભાજપ બક્ષીપંચ મોરચાનો ઉ.પ્રમુખ ફાટીને ધુમાડે ગયો !

દારૂની બોટલ રાખી શેખી મારી : હિમ્મત હો તો ગિરેબાન મેં હાથ ડાલ કે દેખો !
અમદાવાદ,તા.14
આજકાલ સોશયલ મીડિયા પર લોકો જાત-ભાતના વિડીયો મૂકતા હોય છે. પણ, ભાજપના એક નેતાએ તો હદ કરી દીધી. એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના દાવા કરી રહ્યા છે, ત્યારે ભરૂચ શહેરના ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કમલેશ મોદી ઉર્ફે મુન્નાનો દારુબંધીના કાયદાના ધજાગરા ઉડાવતો એક વિવાદિત ટિકટોક વિડીયો વાઈરલ થયો છે. વાઈરલ થયેલા આ વિડીયોમાં ભાજપના નેતા હું માત્ર આ જ દારુ પીવું છું. કહીને દારુની બોટલ બતાવે છે. સાથે જ પોતાને કોઈ હાથ લગાવી શકે તેમ નથી કહીને ખુલ્લી ચેલેન્જ પણ આપે છે. વિડીયોમાં ભાજપના નેતા કમલેશ મોદી કહે છે કે, સંજુબાબા તો 50 તોલા પહેનતા હૈ, મુન્નાબાબા તો 100 તોલા પહન કે ઘૂમતા હૈ, ઔર પીતા હૈ ડબલ બ્લેક. કિસી કી હિંમત હો તો, મુન્નાભાઈ કે ગિરેબાન મેં હાથ ડાલ કે દેખે, ફીર પતા ચલેગા કી નરેન્દ્ર મોદી ઔર કમલેશ મોદી કે ગિરેબાન મેં હાથ ડાલને સે ક્યા હોતા હૈ.

રિલેટેડ ન્યૂઝ