કેવડિયામાં પર્યટકો માટે રાહતદરના ઉતારા તૈયાર

ગાંધીનગર નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વીરગાથાના પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે બીઆરજી બજેટ સ્ટે સંકુલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જાહેર જનતા માટે ખુલ્લું મુકતા જણાવ્યું હતું કેો માત્ર 100 દિવસોમાં જુના સરકારી કવાટર્સને તોડીને પ્રવાસીઓ માટે વ્યાજબી દરની સુવિધાઓ સાથેની બીઆરજી બજેટ સ્ટે દ્વારા જે સુવિધાઓ વિકસાવવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે. વધુમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલમાં આ સ્થળે દૈનિક રૂપિયા 475ના દરે નિવાસની સુવિધા આપતા 40 રૂમો આજથી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવ્યા છે. તેમજ પર્યટકો માટે ભોજનદ ગૃહમાં વિવિધ પ્રકારની વાનગી પીરસવામાં આવશે. આ પ્રસંગે વાતચીમાં બીઆરજી ગ્રુપના સ્થાપક ચેરમેન બકુલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પ્રેરીત વિચારધારાને સાકાર કરવાના હેતુથી સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલ જોવાલાયક સ્થળોની મુલાકાતે આવતા ગ્રુપ પ્રવાસીઓલ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને નજીવા પોસાય તેવા દરોએ 400થી વધુ મુલાકાતીઓ રહી શકે તેમજ ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુને સાકાર કરવા માટે બીઆરજી બજેટ સ્ટેનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીઆરજી બજેટ સ્ટેમાં માત્ર રૂપિયા 470/- પ્રતિ વ્યકિત પ્રતિ રાત્રીના દરે મુલાકાતીઓ રોકાણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમની મુલાકાતને આનંદ સાથે માણી શકાશે.

રિલેટેડ ન્યૂઝ