‘ઇસ્કોન’ના નામે ચરી ખાનારા સામે મંદિર ટ્રસ્ટનો મોરચો

અમદાવાદ, તા.8
પોતાના નામ અને બ્રાન્ડ પ્રત્યે ખૂબ જ સજાગ મંદિર ટ્રસ્ટ (ઈસ્કોન) ધાર્મિક સંસ્થા દ્વારા મંદિરના ટ્રેડમાર્ક ઇસ્કોન શબ્દ સાથે વેપાર-ધંધો કરતી સંસ્થાઓ-કંપનીઓને કોપીરાઈટ હેઠળ કાયદેસરની નોટીસ આપી છે.
સમગ્ર ભારતમાં 75થી વધુ મંદિરો ધરાવતા ઈસ્કોન ટ્રસ્ટ દ્વારા મિર્ઝાપુરની ગ્રામ્ય કોર્ટમાં આ કેસ ઇસ્કોન નામ સાથે કામ કરતી જુદી જુદી ખાણીપીણીની લારી, રેસ્ટોરન્ટ, જીમ, રિયલ્ટી ફર્મ વિરુદ્ધ નોંધાવામાં આવ્યો છે. પાછલા 7 વર્ષથી દાખલ કરવામાં આવેલ આ કેસમાં ઈસ્કોનને પોતાની દલીલ સ્વરુપે કહ્યું છે કે તેઓ એક ધાર્મિક સંસ્થા છે જે વિવિધ સેવા કાર્યો સાથે ધર્મના ભક્તિ માર્ગને અનુસરે છે. ઈસ્કોન ટ્રેડમાર્ક પર તેમનો એકલાનો હક છે.
મંદિર દ્વારા વિરોધ બાદ ત્રણ વેપાર સંસ્થાઓ અને દ્વારા ઈસ્કોન શબ્દનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ વેપાર સંસ્થાઓ દ્વારા વર્ષ 2017માં જ એક સમજૂતિ કરાર હેઠળ જાહેર કરવામાં આવ્યું છે કે હવે ભવિષ્યમાં ફરી ક્યારેય તેઓ આ શબ્દનો ઉપયોગ નહીં કરે અને જો કરશે તો મંદિરની ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટીના નુકસાન પેટે રુ. 10 લાખ ચૂકવવા પડશે. જ્યારે કેટલીક વેપાર સંસ્થાઓએ મંદિરના દાવાનો વિરોધ કર્યો હતો.
આ વિરોધ કરવામાં સૌથી પહેલા અમદાવાદની ખાણીપીણી ચેઇન ઇસ્કોન ગાંઠિયા હતી. જેની સામે મંદિર ટ્રસ્ટે 2012માં કેસ નોંધાવ્યો હતો. ઇસ્કોન ગાંઠિયા દ્વારા વિરોધ નોંધાવતા કહેવામાં આવ્યું કે મંદિર 2008થી તેમના દ્વારા ચલાવવામાં આવતા વેપાર અંગે જાણે છે. તેમજ તેમના નામમાં મંદિરના ટ્રેડમાર્ક ઈસ્કોનનો ઉપોયગ નથી કરાયો પરંતુ ગુજરાતીમાં ઇસ્કોન લખવામાં આવ્યું છે. કોર્ટે આ દલીલને માન્ય રાખતા નોંધ્યું કે મંદિરનો ટ્રેડમાર્ક ઇંગ્લિશમાં નોંધવામાં આવ્યો છે જ્યારે ખાણીપીણીની ચેઇનનું નામ ગુજરાતીમાં છે. જેથી પ્રાથમિક દ્રષ્ટીએ કોઈ કેસ બનતો નથી.
જ્યારે મંદિરના આ દાવાનો બીજો વિરોધ શહેરના એસજી હાઈવે પર મંદિરની બાજુમાં આવેલ ઈસ્કોન મેગા મોલ દ્વારા નોંધાવવામાં આવ્યો હતો. જે મોલને જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બાંધવામાં આવ્યો છે. જે હવે પોતાના ટ્રેડમાર્ક ઈસ્કોનને ખૂબ જ મજબૂત રીતે બચાવી રહી છે. રિયલ્ટી ફર્મ દ્વારા શહેરમાં જ ઈસ્કોન મંદિરની આસપાસના વિસ્તારમાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઉભા કરવામાં આવ્યા છે. રિયલ્ટી ફર્મે કહ્યું કે તેઓ આ ટ્રેડમાર્કને વર્ષ 2000થી ઉપયોગ કરતા આવ્યા છે જેથી મંદિર એવો દાવો કરી શકે નહીં કે તેમની જાણ બહાર આ ટ્રેડમાર્ક ઉપયોગ કરવામાં આવ્યો છે.
તે જ રીતે અન્ય બિઝનેસ અને વેપાર-ધંધા છે જેઓ મંદિર દ્વારા
દાખલ કરવામાં આવેલા ટ્રેડમાર્ક
કેસમાં મજબૂતીથી પ્રતિદાવા કરી
રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ