અયોધ્યા મામલે શાંતિ જાળવો એ રાષ્ટ્રીય કારસેવા જ છે

અમદાવાદ,તા.8
અયોધ્યા સૌહાર્દનો વિષય છે. જો દેશે આ સમયે હમ એટલે હિંદુ-મુસ્લિમ એકતાની શક્તિ બતાવી દીધી. તો આખી દુનિયામાં આપણા દેશની ધર્મનિરપેક્ષની છબિ વધારે મજબૂત બનશે. અને દેશ હમ ફોર્મ્યૂલાથી દરેક સમસ્યાને સરળતાથી ઉકેલી શકશે. પંચ પરમેશ્વર એટલે સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ રાખો. કોર્ટ જે પણ નિર્ણય કરે. તે અમને બધાને માન્ય હશે. કારણ કે હિંદુસ્તાન બંધારણ સાથે જોડાયેલું છે. અને આજ આપણી પ્રગતિ અને શાંતિનું કારણ છે.
અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં સોમવારની અડધી રાતથી જોવા મળ્યો અલગ નજારો. દેશના વિવિધ ભાગમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુ ધર્મનગરીની ચારેબાજુ રસ્તા પર ઉમટી પડ્યા. 14 કોસી પરિક્રમામાં ઉમટેલી ભીડ જોઈને લાગ્યું કે લાખો શ્રદ્ધાળુ કોઈપણ આશંકાથી નથી ભયભીત.
દેશના ખૂણે ખૂણાથી અયોધ્યા પહોંચેલા હજારો લાખો શ્રદ્ધાળુઓની ભીડ પોતાના આરાધ્યની નગરીની પરિક્રમા કરી રહ્યા છે. આ રામ નામની આસ્થા છે જે સાધન સંપન્ન લોકોને અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ખુલ્લા પગે ચાલવા છતાં સુખ આપી રહી છે. અયોધ્યામાં ચારેબાજુ સંભળાઈ રહેલ રામધૂન, શ્રીરામનો જય જયકાર, રામભક્તોના જોશને વર્ણવી રહી છે. સૌથી મોટા નિર્ણયનો કોઈ તણાવ અયોધ્યામાં જોવા મળતો નથી. અહીંયા ચારેબાજુ આશા છે, સાંપ્રદાયિક સૌહાર્દ છે અને અયોધ્યાના પરિક્રમા પથ પર કણ કણમાં વસેલા રામ છે.
ચૌદ કોસી પરિક્રમા શરૂ થવાની સાથે જ કાર્તિક પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ. આ દરમિયાન અયોધ્યા ભૂમિ વિવાદ પર સૌથી મોટો નિર્ણય પણ આવવાનો છે. પરંતુ જેમના દિલમાં રામ વસેલા છે તેમને અયોધ્યામાં કોઈ વાતનો ડર નથી. રામભક્તોનું માનવું છે કે રામના નામ પર ભાગલા પાડવાનો જેટલો પ્રયાસ કરવામાં આવે પરંતુ રામના ક્યારેય ભાગલા પાડશે નહીં. રામ ભક્તો માટે રામ આરાધ્ય છે.
રામાયણના મહાનાયક રામ ભારતનો આત્મા છે. રામ ભારતનો સંવાદ છે. રામ ભારતનો જન્મ છે. રામ ભારતનો વિશ્વાસ છે. રામ ભારતની પરોઢ છે. રામ ભારતની સંધ્યા છે. રામ અહિંસા છે. રામ મર્યાદા છે. અહીંયાના કણ કણમાં રામ છે. અને રામ રાજ્ય જ ભારતમાં બધાનો સાથ બધાના વિકાસનો આધાર છે.
રામે ભારતને મર્યાદામાં રહેવાનું શીખવાડ્યું છે. અને આ મર્યાદા જ ભારતવર્ષની સૌથી મોટી શક્તિ છે. જેમના કણ કણમાં રામ વસેલા છે તેમના દિલમાં પણ મર્યાદા વસે છે. એક રાજા તરીકે, એક પુત્ર તરીકે, એક પતિ તરીકે, એક ભાઈ તરીકે, સંસ્કૃતિ અને યુદ્ધ ક્યાંય પણ શ્રીરામે મર્યાદા તોડી ન હતી. સૌથી મોટા નિર્ણય પહેલા રામની નગરી અયોધ્યાને લોખંડી છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. પરંતુ તેમ છતાં રામભક્તોની શ્રદ્ધા પર કોઈ અસર પડી નથી.
આખમાં આંસુ છે અને આશા પણ છે કે નિર્ણય પછી જીવનની સૌથી મોટી ઈચ્છા જરૂર પૂરી થશે. સાંપ્રદાયિક સૌહાર્દની રાજધાની અયોધ્યા શ્રી રામના સંસ્કારોનું પાલન કરે છે. અને આથી અહીંયાના લોકોને આ વાત પર જરા પણ શંકા નથી. નિર્ણય કંઈપણ આવે. રામની નગરીનું સૌહાર્દ નહીં બગડે.

રિલેટેડ ન્યૂઝ