અલ્પેશ વિરુધ્ધ કેસ કરનાર અરજદારનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ તા,9
અલ્પેશ ઠાકોર સામે અરજીના કેસમાં હજુ બે દિવસ પહેલા જ વકીલને 11 કરોડની ઓફર કરાઇ હતી. તે ઠુકરાવી દેતા અરજદાર સુરેશ સિંઘલે ફિનાઇલ પી લેતા સમગ્ર કેસમાં વિચિત્ર વળાંક આવ્યો છે. સુરેશે ફીનાઇલ પી લેતા તેના વકીલ ધર્મેશ ગુર્જર સામે આક્ષેપો કર્યા હતા. તો બીજી તરફ તેના વકીલે સુરેશ સિંઘલ વિશે બહુ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. ધર્મેશ ગુર્જરે એવો આક્ષેપ કર્યો છે કે સુરેશ વિપક્ષના બહુ મોટા ગજાના નેતાનો માણસ છે અને તેની પાછળ વિપક્ષના નેતાઓનો દોરીસંચાર છે. બ્લેકમેઇલિંગનો ધંધો કરતો હોવાનો આક્ષેપ કરીને સુરેશની સામે પોલીસ કમિશનરમાં
ફરિયાદ કરાશે.
સુરેશ સિંઘલે (અરજદાર) પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે, મારા વકીલ ધર્મેશ ગુર્જર મારા પર 11 લાખ આપવા દબાણ લાવી રહ્યા છે. મારા પર દબાણ વધવાને લીધે મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ અંગે વકીલે એવો ખુલાસો કર્યો હતો કે, મારા કેસની ફી જે અગાઉથી નક્કી કરાઇ હતી તે માંગતા સુરેશની દાનત બગડી હતી અનેક વખત ફીના રૂપિયા આપવા માગણી કરી હતી. ફી સિવાયના કોઇ નાણાં મેં માગ્યાં નથી. સુરેશ વિપક્ષના નેતાનું પ્યાદું છે અને તેમના ઇશારે બ્લેકમેઇલિંગનો ધંધો કરે છે. તેના 3 મોબાઇલની કોલ ડીટેઇલ તપાસવામાં આવે તો તેના કોની સાથે સંપર્કો છે જાણી શકાશે.

રિલેટેડ ન્યૂઝ