ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ વિનર બન્યો કોહલી

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી
ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને
10 વિકેટે હરાવી 4 મેચોની સિરીઝમાં 2-1ની લીડ બનાવી લીધી છે. મહેમાન ટીમે આપેલા 49 રનના લક્ષ્યને ભારતીય ટીમે આઠમી ઓવરમાં હાસિલ કરી લીધો હતો. સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં જ 4 માર્ચથી રમાશે.
અમદાવાદ ટેસ્ટમાં જીતની સાથે કોહલીએ
પોતાના નામે મોટી સિદ્ધિ મેળવી છે. કોહલીએ ઘરેલૂ જમીન પર સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેણે આ દરમિયાન દિગ્ગજ એમએસ ધોનીના રેકોર્ડને પાછળ છોડી દીધો જેણે પોતાની આગેવાનીમાંદેશમાં ભારતને સર્વાધિક 21 ટેસ્ટમાં જીત અપાવી હતી. કોહલીની આગેવાનીમાં ભારતે પોતાના ઘરમાં 22મી ટેસ્ટ જીત મેળવી છે.
કોહલીએ જ્યાં દેશમાં અત્યાર સુધી 29 મેચોમાં આગેવાની કરી છે તો ધોની 30 મેચમાં
કેપ્ટન રહ્યો છે. કેપ્ટન કોહલી ઘરમાં અત્યાર સુધી બે ટેસ્ટ હાર્યો છે જ્યારે પાંચ ડ્રો રહી છે. તો ધોની ત્રણ હાર્યો અને છ મેચ ડ્રો રહી હતી. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન છે જેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ પોતાના ઘર પર 13 ટેસ્ટ મેચ જીતી છે. ચોથા નંબર પર ગાંગુલીનો નંબર આવે છે. ગાંગુલીની આગેવાનીમાં ભારતે પોતાની ધરતી પર 10 ટેસ્ટ જીતી છે.

રિલેટેડ ન્યૂઝ