CMના મતક્ષેત્રના કારખાનામાં ગૂંગળામણથી 3 કર્મીનાં મોત

રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના મતક્ષેત્ર ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગોપાલનગર પાસે યુકેએસ નામના પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં કારખાનામાં ત્રણેય યુવક મૃત હાલતમાં પડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કારખાનામાં ગૂંગળામણના કારણે તેઓનું મોત નિપજ્યા છે. હાલ એફએસએલની ટીમને જાણ કરાઇ છે. પીએમ બાદ સાચું કારણ જાણવા મળશે.
ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને જાણ થતાં તેઓ પણ
તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જતીન પટેલે જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ બેકરીની આઈટમ બનાવતું કારખાનું ચાલુ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે કારખાનાના માલિકે આવીને ખોલતાં ત્રણ મજૂરો મૃત હાલતમાં પડ્યા હતા. કારખાનામાં પફ બનાવવાનું ભારે મશીન આવેલું છે અને તેની સ્વીચ ચાલુ રહી જતા ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસ, એફએસએલ અને ફાયરની ટીમ



તપાસ કરી રહી છે.
કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય. આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, ગોપાલનગર પાસે આવેલા ીસ’ત ફૂડ ફાર્મ
નામના પફ બનાવવાના કારખાનામાં મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ઈબ્રાહીમ (ઉ.વ.45), અસલમ (ઉ.વ.21) અને તેમનો સંબંધી હસન (ઉ.વ.15) રહેતા હતા. જેમાં પફ બનાવવાના મશીનની સ્વીચ ચાલુ રહી જતાં ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. કારખાનાના માલિક રાજશ્રીબેન અંકુરભાઈ પટેલ (રહે. છારોડી, ગાંધીનગર) છે. સવારે તેઓએ જ પોલીસને જાણ કરી હતી. 15 દિવસ પહેલા જ કારખાનું ભાડે રાખી અને ધંધો શરૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજુબાજુમાં રહેણાંક મકાનો આવેલા છે અને કારખાનું શરૂ કરવામાં આવ્યું છે જેના મામલે તપાસ કરાશે.





રિલેટેડ ન્યૂઝ