છાપરા પાસે તણાયેલી કારમાંથી જ પેલીકન કંપનીના મલિક અને ઉધોગપતિ કિશનભાઇ શાહનો મૃતદેહ મળી આવ્યો

રાજકોટમાં ગઈકાલે ભારે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું જેમાં ખીરસરા ગામ પાસે આવેલ છાપરા ગામ નજીક પેલીકન કંપનીના મલિક ની i 20 કાર પાણીમાં તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા .જેમાં કારમાં કંપનીના મલિક કિશાન શાહ સહીત 3 લોકો કારમાં સવાર હતા જેમાંથી એક વ્યક્તિને સલામત રીતે કારની બહાર કાઢવામાં આવી છે. જયારે કારની અંદર રહેલ 2 વ્યક્તિની છેલ્લા 24 કલાકથી શોધખોળ કરવામાં આવી રહી છે જે દરમ્યાન સવારના 6 વાગ્યાથી પોરબંદર નેવીની ટીમને સર્ચ ઓપરેશન દરમ્યાન પેલીકન કંપનીના મલિક કિશાનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો છે. અને તેમની કાર 500 મીટર દૂર કાદવ માં ખૂંચેલી મળી આવી હતી અને હજુ કારણો ડ્રાઇવર લાપતા છે તેની હજુ કોઈ ભાળ મળી નથી

રાજકોટના નીલસીટી બંગ્લોઝ માં રહેતા પેલીકન ઇન્ડસ્ટ્રીઝવાળા ઉદ્યોગપતિ કિશાન ભાઈ જમનાદાસ ભાઈ શ્રીમાંકર શાહજે ઉમરવર્ષ 50 છે ને તેમના 2 ડ્રાઇવર યુનિવર્સીટી રોડ પારિજાત સોસાયટી માં રહેતા સંજય ડાયાભાઇ બોરીચા ઉમર વર્ષ 21 અને રૈયા ગામમાં રહેતા શ્યામ ગોસ્વામી ઉમર વર્ષ 25 જે પોતાની i 20 કાર સાથે લોધીકાના છાપરા ગામ
પાસે નદીમાં તણાયા હતા જેમાંથી આગળ જતા એક ડ્રાઇવર કારમાંથી નીકળી બચી ગયો હતો પરંતુ કિશાન ભાઈ કે ડ્રાઇવર શ્યામ કે કારણો પાતો ન હતો ત્યારે આજે ફરીથી 3 ટિમો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી અને 24 કલાકની અંતે મહા મેહનત બાદ બપોરના સાડાબાર વાગ્યા આસપાસ કાર 500 કી.મી દૂર કાદવ કીચડમાં કાર ખુંચી ગયેલ મળી આવી હતી અને કારની અંદર થી ઉદ્યોગપતિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જોકે હજુ સુધી ડ્રાઇવર શ્યામ કોઈ અતો પતો નથી

રિલેટેડ ન્યૂઝ