ધોરણ 9 થી 11 ની શાળા શરૂ કરવા શાળા સંચાલકોનું સરકાર પર દબાણ

દેશમાં કોરોના સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા ધો. 12 નું ઓફલાઈન શિક્ષણકાર્ય સારું કરવા માટે મંજૂરી આપી છે ત્યારે હવે શાળા સંચાલકો દ્વારા સરકારને ધો. 9 થી 11 ના વર્ગો શરુ કરવા માટે ઉગ્ર માંગ કરી રહ્યા છે ગુજરાત બોર્ડની ખાનગી સ્કૂલોના સંચાલકો બાદ સીબીએસઇના સ્કૂલોના સંચાલકો મંડળ દ્વારા સરકારને ઓફલાઈન શિક્ષણ શરુ કરવા રજૂઆત કરવામાં આવી છે . ત્યારે સરકાર દ્વારા પણ સંચાલકોની રજૂઆત ને પગલે શિક્ષણ કાર્ય માટે કવાયત શરુ કરી છે. સરકાર આ મુદ્દા પર થોડાજ સમયમાં નિર્ણય લઇ શકે છે. ત્યારે ઓગસ્ટ પેહલા સરકાર ધો, 9થી 11 ની સ્કૂલો શરુ તેવી શક્યતા છે .

ગુજરાતમાં કોરોનમાં ખુબજ રાહત જોવા મળી રહી છે કેસોમાં ખુબજ ઘટાડો છે હવે તમામ પ્રુવ્રુતિઓ શરુ કરવામાં આવી છે ત્યારે શાળા સંચાલકો દ્વારા ધો. 9 થી 11 ની સ્કૂલો શરુ કરવા સરકાર માં અપીલ કરવામાં આવી છે અને આવેદનપત્ર પાઠવ્યું છે. 15 જુલાઈના રોજ ધોરણ 12 ના કલાસરૂમ ઓફલાઈન શરુ કરવામાં આવ્યા છે અને અભ્યાસ પણ શરુ થઈ ગયો છે. ત્યારે 9થી 11 ની સ્કૂલો હજુ શરુ કરવામાં આવેલ નથી

સરકાર પણ શાળાશરુ કરવા ઈચ્છા વ્યક્ત કરે છે પણ કોરોનાની ત્રીજી લહેરના ભય અને જે રીતે રસીકરણ પ્રક્રિયા ધીમી ગતિએઅ ચાલી રહી છે સાથેજ બાળકોનું રસીકરણ બાકી છે તે તમામ મુદ્દે સરકાર મૂંઝવણમાં મુકાઈ છે . પરંતુ
શાળા સંચાલકો દ્વારા શાળા શરુ કરવા સરકારને દબાણ કરવામાં આવી રહ્યું છે સંચાલકોનું કેહવું છેકે હજુ ઘણા બાળકો પાસે ઇન્ટરનેટની સુવિધા નથી ,મોબાઈલ નથી અને ઓનલાઇન શિક્ષણમાં બાળકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે સરકારે બેગ- બગીચા , જિમ, સ્વિમિંગ પુલ ,મંદિરો , વોટર પાર્ક, સહીત અનેક સ્થળો ખોલી આપ્યા છે તો શાળા પણ રાબેતા મુજબ શરુ કરવી જોઈએ ત્યારે કોર કમિટીની બેઠકમાં ટૂંક સમયમાં સરકાર આ બાબતે ચર્ચા કરી થોડા દિવસોમાં સ્કૂલો ખોલવા નિર્ણય લેવાઈ તેવી શક્યતાઓ છે

રિલેટેડ ન્યૂઝ