હાઈકોર્ટેમાં 23-24ની જયુડિશિયલ કામગીરી સસ્પેન્ડ, કફર્યુની ઈફેકટ

26 મીથી ફરી કાર્યવાહી શરૂ કરાશે

દિવાળીના તહેવાર પછી કોરોના કેસમાં વધારો થતા સરકાર દ્વારા અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 કલાકથી સોમવાર સવારના 6 કલાક સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે 23મી નવેમ્બર અને 24મી નવેમ્બરના રોજ જ્યૂડીશયલ કામગીરી સ્થગિત કરવાનો નિણર્ય લીધો છે.
ગુજરાત
હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં રજુઆત કરવામાં આવી છે કે સરકારના કર્ફ્યુના પરિપત્રને ધ્યાનમાં રાખીને દિવાળી વેકેશન બાદ 23મી નવેમ્બરથી શરૂ થતી ગુજરાત હાઈકોર્ટની જ્યૂડીશયલ કામગીરી બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી પણ 23મી નવેમ્બરના રોજ બંધ રાખવાનો નિણર્ય લેવાયો છે.
23મી તારીખની મેટર 25મી નવેમ્બરના રોજ સાંભળવામાં આવશે જ્યારે 24મી
નવેમ્બરમાં રોજ લિસ્ટ થયેલા કેસ પર 26મી નવેમ્બરના રોજ કાર્યવાહી થશે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે અને હાલ તેઓ હોમ-આઇસોલેશનમાં છે.ગુજરાત હાઈકોર્ટે દિવાળી વેકેશન પહેલા જારી કરેલા આદેશ પ્રમાણે હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી અંગેનો નિણર્ય 20મી ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી માટે પ્રાથમિક
ધોરણે - 4 જાન્યુઆરી 2021ની તારીખ નક્કી કરવામાં આવી છે, જોકે આ અંગે અંતિમ નિણર્ય 20મી ડિસેમ્બરના રોજ હાઈકોર્ટની કમિટી દ્વારા લેવામાં આવશે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટમાં
આવેલ એડવોકેટ ચેમ્બર્સને એકી-બેકી ફોર્મ્યુલા પ્રમાણે ખોલવાનો નિણર્ય લેવાયો હતો. જેમાં એક્કી સંખ્યાવાળા રૂમ નંબર ધરાવતા એડવોકેટ એક દિવસ અને બેક્કી સંખ્યાનો રૂમ નંબર ધરાવતા એડવોકેટ બીજા દિવસે તેમના ચેમ્બરનો ઉપયોગ કરી શકશે તેવો નિણર્ય લેવાયો હતો. જોકે તમામ વકીલ, સ્ટાફના લોકોને કોરોથી બચાવ માટે સરકાર દ્વારા જારી કરાયેલી જઘઙનું ચુસ્તપણે પાલન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ