સ્વાતંત્ર પર્વની ગાઈડ લાઈન જાહેર, માત્ર 150 વ્યક્તિ હાજર રહી શકશે

કોરોના વાઈરસમાં લોકોની સુરક્ષા અને ઉત્સાહ જળવાય તેવી માર્ગદર્શિકા ગૃહમંત્રાલય દ્વારા જાહેર

રાજય, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોમાં કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના: પાંચ મહાનુભાવો બેસી શકે તેવી મંચ વ્યવસ્થા અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે

રાજય કક્ષાની ઉજવણી અને નિયમો
મુખ્યમંત્રી દ્વારા રાજયના પાટનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે (9:00) કલાકે. રાષ્ટ્રગાન વગાડવામાં આવશે, પેરા મીલીટરી ફોર્સ, હોમ ગાર્ડ, એનસીસી, સ્કાઉટ વગેરે સહિત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ઉદબોધન કરવામાં આવશે, રાષ્ટ્ર ગાન ગાવામાં આવશે કોવિડ-19ની મહામારી ધ્યાને લેતા વધુ સંખ્યામાં લોકો એકતિ કરવા નહી સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવા વગેરે ધારાધોરણનું પાલન કરવાનું રહેશે. કોવિડ -19ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવા કે ડોકટર્સ, હેલ્થ વર્કર્સ, સેનીટેશન વર્કર્સ વગેરે સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવા.

યોજાનાર કાર્યક્રમો
આ દિવસના અન્ય કાર્યક્રમોમાં વૃક્ષારોપણ, આંતર શાળાકીય, આંતર કોલેજ અંતર્ગત ડીઝીટલ માધ્યમથી ચર્ચા, ઓનલાઈન ક્વીઝ/ દેશભક્તિ વિષય પર નિબંધ - કવિતા લેખન સ્પર્ધા, અગત્યની યોજનાઓ જાહેર કરવી, સોશિયલ મિડીયા પર પસંદગી પામેલ છોકરા/છોકરીઓ દ્વારા દેશભક્તિના ગીતો ગાવા, દેશભક્તિ અંગે વક્તવ્ય રજૂ કરવા, સરકારી ઈમારતો પર સજાવટ/રોશની કરવી, થીમ આધારીત વેબીનાર, દેશભક્તિની થીમ આધારીત એનએસએસ અને એનવાયકેએસ દ્વારા ઓનલાઈન કેમ્પેઈન ચલાવવા તથા રાજય તરફથી મંજુરી મળેલ આ પ્રસંગને અનુરુપ અન્ય પ્રવૃતિઓનું આયોજન કરવું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા અંગે અન્ય નવીન રીતો જેવી કે ડીઝીટલ અને સોશિયલ મિડીયાના માધ્યમથી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા અંગેના સંદેશ/ ગીતોનો પ્રયાસ કરવો, અગત્યની જાહેર ઈમારતો પર રોશની કરવી/ સાઉન્ડ શો, લોકો દ્વારા પોતાની અગાશી અને બાલ્કની પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો, વગેરે જેવી પ્રવૃતિઓ પણ હાથ ધરી શકાય. આ અન્વયે લોકો દ્વારા પ્લાસ્ટીકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરવામાં આવે તે અંગેની તકેદારી રાખવાની રહેશે.સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કાર્યક્રમના સ્થળ પર અને સોશિયલ મીડિયાના માધ્યમથી આત્મનિર્ભર ભારત ની થીમ આધારીત પ્રવૃતિઓ/ સંદેશનો લોકોમાં યોગ્ય રીતે પ્રસાર અને પ્રચાર થાય તે જોવું.સમગ્ર કાર્યક્રમ કોવિડ-19 અંગેની સમયાંતરે આપવામાં આવેલ માર્ગદર્શિકાઓને અનુસરીને તમજ રાષ્ટ્રીયપર્વને અનુરૂપ ગરિમાપૂર્ણ રીતે યોજાય તે જોવાનું રહેશે.ઉપર મુજબની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવા આથી સર્વેને જણાવવામાં આવે છે.

જિલ્લા કક્ષાની ઉજવણી અને નિયમો
ઉપર જણાવેલ બાબતો સાથોસાથ જિલ્લાકક્ષાએ માન. મંત્રી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના મુખ્યમથક ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. (9:00 કલાકે.) રાષ્ટ્ર ગાન વગાડવામાં આવશે. પોલીસ દળો, હોમ ગાર્ડ, એનસીસી, સ્કાઉટ વગેરે દ્વારા પરેડ કરવામાં આવશે. માન. મંત્રી/ જિલ્લા કલેકટર દ્વારા પ્રવચન આપવામાં આવશે. રાષ્ટ્રગાન ગાવામાં આવશે. કોવિડ-19ની મહામારી ધ્યાને લેતા વધુ સંખ્યામાં લોકો એકત્રિત કરવા નહીં. સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવા વગેરે ધારાધોરણોનું પાલન કરવાનું રહેશે. આમંત્રિતોની સંખ્યા આશરે 150 લોકોની રહે તે યોગ્ય રહેશે. મંચ ઉપર 05(પાંચ)થી વધુ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત ન રહે તે પ્રકારની મંચ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. કોવિડ-19ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવા કે ડોક્ટર્સ, હેલ્થ વર્કર્સ, સેનિટેશન વર્કર્સ વગેરે તેમજ કોરોના સામે ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને/ હરાવીને સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવા, આવા વ્યક્તિઓને શાલ/ સર્ટીફીકેટ દ્વારા મુખ્ય અતિથિના વરદ હસ્તે સન્માન કરવાનું રહેશે. આ ઉપરાંત જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકાર/રમતવીર / અન્ય કોઇ ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન કરેલ હોય તેવા મહાનુભાવોને આમંત્રીત કરવા.
તાલુકા કક્ષાની ઉજવણી અને નિયમો
સબ
ડીવીઝનલ મેજીસ્ટ્રેટ/ મામલતદાર દ્વારા તાલુકાના મુખ્યમથક ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે (9:00 કલાકે.) પછી રાષ્ટ્ર ગાન વગડાવામાં આવશે. મહાનુભાવ દ્વારા પ્રવચન આપવામાં આવશે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. રાષ્ટ્ર ગાન ગાવામાં આવશે. કોવિડ - 19ની મહામારી ધ્યાને લેતા વધુ સંખ્યામાં લોકો એકત્રિત કરવા નહી. સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવા વગેરે ધારાધોરણોનું પાલન કરવાનું રહેશે. આમંત્રિતોની સંખ્યા આશરે 100 લોકોની રહે તે યોગ્ય રહેશે. મંચ ઉપર 05(પાંચ) થી વધુ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત ન રહે તે પ્રકારની મંચ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. કોવિડ-19ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવા કે ડોક્ટર્સ, હેલ્થ વર્કર્સ, સેનીટેશન વર્કર્સ વગેરે તેમજ કોરોના સામે ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને /હરાવીને સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવા. આવા વ્યક્તિઓનેશાલ/સર્ટીફીકેટ દ્વારા મુખ્ય અતિથિના વદર હસ્તે સન્માન કરવાનું રહેશે. આ ઉપરાંત જિલ્લાના પ્રતિષ્ઠિ કલાકાર/ રમતવીર/અન્ય કોઇ ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન કરેલ હોય તેવા મહાનુભાવોને આમંત્રિત કરવા.
આ અંગેના મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમની નકલ આ સાથે સામેલ છે તે અનુસાર કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે.

ગ્રામ પંચાયત કક્ષાની ઉજવણી અને નિયમો
સરપંચશ્રી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે (9:00 કલાકે) પછી રાષ્ટ્ર ગાન વગાડવામાં આવશે. મહાનુભાવ દ્વારા પ્રવચન આપવામાં આવશે. રાષ્ટ્ર ગાન ગાવામાં આવશે. કોવિડ - 19ની મહામારી ધ્યાને લેતા વધુ સંખ્યામાં લોકો એકત્રિત કરવા નહી. સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવા વગેરે ધારાધોરણોનું પાલન કરવાનું રહેશે. આમંત્રિતોની સંખ્યા આશરે 100 લોકોની રહે તે યોગ્ય રહેશે. મંચ ઉપર 05(પાંચ) થી વધુ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત ન રહે તે પ્રકારની મંચ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. કોવિડ-19ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવા કે ડોક્ટર્સ, હેલ્થ વર્કર્સ, સેનીટેશન વર્કર્સ વગેરે તેમજ કોરોના સામે ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને /હરાવીને સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવા. આવા વ્યક્તિઓને શાલ/સર્ટીફીકેટ દ્વારા મુખ્ય અતિથિના વદર હસ્તે સન્માન કરવાનું રહેશે. આ ઉપરાંત જિલ્લાના પ્રતિષ્ઠિ કલાકાર/ રમતવીર/અન્ય કોઇ ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન કરેલ હોય તેવા મહાનુભાવોને આમંત્રિત કરવા. આ અંગેના મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમની નકલ આ સાથે સામેલ છે તે અનુસાર કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. આઝાદીની ચળવળ સાથે જોડાયેલ ઐતિહાસિક મહત્વના સ્થળો પર પોલીસ/ મીલીટરી બેન્ડનું રેકોર્ડીંગ કરવાનું રહેશે. આ રેકોર્ડ કરેલ ધૂન ડીજી7લ મીડીયા/મોટી સ્ક્રીન દ્વારા જાહેર કાર્યક્રમો દરમ્યાન તથા સોશિયલ મીડીયા ઉપર બતાવવાના રહેશે.

ધ્વજવંદન - મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ
સમય કલાક કાર્યક્રમની વિગત સમય (મિનિટ)
8:58 માનનીય મંત્રી/ કલેકટર/ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મામલતદાર/ 02
સરપંચશ્રી સ્થળ ઉપર પધારશે. તેઓશ્રીનું આગમન થતાં ઉપસ્થિત
અધિકારીશ્રીઓનું સ્વાગત કરશે અને મંચ પ્રતિ દોરી જશે.
9:00 થી 9:02 માનનીય મંત્રી/ કલેકટર/ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ
મામલતદાર/ 02
સરપંચશ્રી ધ્વજ ફરકાવશે. માનનીય મંત્રીશ્રી કલેકટર સબ ડીવીઝન
મેજીસ્ટ્રેશ્રી/ મામલતદારશ્રી/સરપંચશ્રી ધ્વજને સલામી આપશે.
પોલીસ ટુકડી સલામી આપશે અને રાષ્ટ્રગાન
વગાડવામાં આવશે.
9:02 થી 9:03 હર્ષ ધ્વનિ (….) 01
9:03 થી 9:23 માનનીય મંત્રી/ કલેકટર/ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મામલતદાર/ 20
સરપંચશ્રીનું ઉદબોધન
9:24 થી 9:25 રાષ્ટ્રગાન વગાડવામાં આવશે 01
માનનીય મંત્રી/
કલેકટર/ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી/ મામલતદાર/સરપંચ દ્વારા કોરોના વોરિયર્સ પાસે જઇને અભિવાદન/સન્માન કરશે.
માનનીય મંત્રી/ કલેકટર/ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી/ મામલતદાર/સરપંચશ્રી દ્વારા
ધ્વજવંદનના કાર્યક્રમના સ્થળની બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.


સ્વાતંત્રપર્વની ઉજવણી સંદર્ભે ગૃહમંત્રાલય અને સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ખુબ જ ભવ્યતા, અને ઉત્સાહથી કરવામાં આવે છે. આ વર્ષે પણ સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ 2020ની ઉજવણી આટલી જ ભવ્યતા અને ઉત્સાહથી
કરવામાં આવશે. હાલમાં નોવેલ કોરોના વાઈરસ ના રોગચાળાનો પ્રસાર વ્યાપક પ્રમાણમાં થયેલ છે. સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે કેટલાંક નિવારક પગલાના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા, માસ્ક પહેરવા, યોગ્ય સેનિટાઈઝેશન, બહોળી સંખ્યામાં લોકો એકત્રિત ન કરવા, જોખમ જણાય તેવા લોકોની સુરક્ષા કરવી વગેરે બાબતો અંગે ભારત સરકારના ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ કોવિડ-19 અંગેની માર્ગદર્શન સૂચનાઓનું પાલન કરવાનું રહે છે અને તેને ધ્યાને લઇને સ્વાતંત્ર્ય દિન 2020ની ઉજવણી કરવાની રહે છે. સ્વાતંત્ર્ય દિન 2020ની ઉજવણીમાં વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય અને ટેકનોલોજીના મહતમ ઉપયોગ થકી રાજયકક્ષાએ, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તથા ગ્રામ પંચાયતોમાં ઉજવણી કરવાની રહેશે. આ માટે ભારત સરકારે જરૂરી સૂચનાઓ પણ આપેલ છે. આગામી સ્વાતંત્ર્ય દિન, 15 ઓગસ્ટ 2020ની ઉજવણી સંદર્ભે જણાવ્યા મુજબની મર્યાદાઓ અને નિવારક પગલાંઓ ધ્યાને લેવાના રહેશે.
રાજયકક્ષાએ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તથા ગ્રામ પંચાયતોમાં સ્વાતંત્ર્ય દિન 2020ની ઉજવણી દર્શાવેલ
નિયમો મુજબ કરવાની રહેશે.રિલેટેડ ન્યૂઝ