સ્વરકિન્નરી બા.બ્ર.પૂ.શ્રી સોનલબાઈ મહાસતીજીની 63મી જન્મજયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા

આજે તીર્થધામ સ્થાપના દિનને 22 વર્ષ પૂર્ણ: 16 વસ્તુઓનું વિતરણ કરાયું: દરેકને રૂા.70ની પ્રભાવના કરાઈ

બા.બ્ર. પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં

રાજકોટ,તા.20
ગોં. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં સ્વરકિન્નરી બા.બ્ર.પૂ.શ્રી સોનલબાઈ મહાસતીજીની 63મી જન્મજયંતિ પ્રસંગે આજે સવારે સરસ-સુંદર-સુવ્યવસ્થિત સોનલ સદાવ્રત સમારોહ યોજાયો હતો. તેમાં 16 વસ્તુઓનું વિતરણ સાથે બધાને રૂા.70ની પ્રભાવના કરવામાં આવેલ હતી. નાલંદા તીર્થધામમાં છેલ્લા 19 વર્ષથી સોનલ સદાવ્રત અખંડ-અવિરતપણે ચાલી રહેલ છે. પૂ. ઈન્દુબાઈ મહાસતીજી ચોકને આજે 8 વર્ષ પૂર્ણ થયેલ છે. બધા શુભેચ્છકોને બદામ તથા રૂા.70ની પ્રભાવના હતી. દયાના દેવી દુ:ખિયાના બેલી. માનવતાના મહાસાગર સમા કોમ્પ્યુટર માઈન્ડ ધરાવતા એવા સોનલબાઈ મહાસતીજીને બધા સાધર્મિક બંધુઓ તથા ચંદ્રભકતમંડળ, શાલીભદ્ર સેવા ગ્રુપ, સોનલ સેવા મંડળ, સોનલ સાહેલી મંડળ, સોનલ સેવા ટીમ, સોનલ સખીમંડળ, આદિ વિશાળ સમુદાયે અભિનંદન પાઠવેલ હતા. તેમ જ દિર્ઘાયુષની ભાવના ભાવી હતી. જુગજુગ જીવોના નારા સાથે હર્ષ હર્ષ જય જયથી તીર્થધામ ગુંજી ઉઠયુ હતું. તીર્થધામની એ વિશેષતા છે કે દર વર્ષે કંઈક નવુ-નોખુ અને અનોખુ આયોજન કરેલ છે. છેલ્લા 19 વર્ષ થયા સોનલ સદાવ્રત, સોનલ સારવાર સહાય- સોનલ શૈક્ષણિક સહાય-સોનલ સેવા મંડળ સોનલ સીનીયર સીટીઝન આ બધાનો આજે સ્થાપના દિન છે. સોનામાં સુગંધ ભળે તેમ આજે ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામનો સ્થાપના દિવસ છે. તીર્થધામને 22 વર્ષ પૂર્ણ થયા. કાલાવડ રોડ મધ્યે ઈન્દુભાઈ
મહાસતીજી ચોકના નામકરણને 8 વર્ષ પૂર્ણ થતા નાલંદા તીથધામમાં આનંદ ઉમંગ ઉત્સાહ છવાયો હતો. ઈન્દુબાઈ સ્વામી અમર રહો ના નાદથી નાલંદા તીર્થધામ ગુંજી ઉઠયું હતું. મધુર વ્યાખ્યાની બા.બ્ર. પુ.શ્રી રંજનબાઈ મહાસતીજીએ સોનલબાઈ મહાસતીજીને આશીર્વચન આપતા ફરમાવ્યું હતું કે તમે શાસન અને સંપ્રદાય તેમજ ગુરૂની આન બાન અને શાન વધારો આત્માનંદી બનો સોન સતી જુગજુગ જીવો ના નારાથી તીર્થધામ ગાજી અને ગુંજી ઉઠયું હતું. દુ:ખિયાના બેલી ઘણુ જીવોની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે દાતાઓ આગેવાનો સંઘના પદાધિકારીઓ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે અશોકભાઈ દોશી, જયેશભાઈ માવાણી, નિલેશભાઈ શાહ, જયેશભાઈ સંઘાણી, પ્રદીપભાઈ માવાણી, ભુપેન્દ્રભાઈ મહેતા, જંકશન સેવા ગ્રુપ યુવકમંડળ સોનલ સેવામંડળ આદિ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. નાલંદા તીર્થ ખાતે પરિવારજનોને ધાબળા વિતરણ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ