સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે EVMનું પ્રાથમિક ચેકિંગ શરૂ

મતદાન મથકોની યાદી તૈયાર કરી દરખાસ્ત મોકલવા કવાયત


રાજકોટ તા. 16
રાજકોટ મહાનગર પાલિકા સહિત જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે આ ચૂંટણીઓ માટે ઇવીએમનું પહેલા તબક્કાનું ચેકિંગ શરૂ થઈ ગયું છે. ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન મથકોની યાદી તૈયાર થઈ રહી છે. જેના માટે સોમવારે સાંજ સુધીમાં ગાંધીનગર દરખાસ્ત કરી દેવાશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રિટર્નિંગ ઓફિસરોને ઇવીએમની ચકાસણી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આજે તાલુકા મામલતદાર કચેરી ખાતે પ્રાંત-2 અધિકારી
ચરણસિંહ ગોહિલ તથા તાલુકા મામલતદાર કે. એમ. કથિરિયા, નાયબ મામલતદાર વસાણી સહિતના સ્ટાફ દ્વારા વિવિધ ઇવીએમનું એફ.એલ.સી. એટલે કે પહેલા તબક્કાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઈવીએમની ગણતરી,તેમાં રહેલા ડેટા સહિતની વિગતો ચકાસવામાં આવી હતી.
પશ્ચિમ મામલતદાર વી. એમ. ભગોરા તથા નાયબ મામલતદાર પંડ્યા દ્વારા આજે મતદાન મથકોમાં ફેરફારની દરખાસ્ત આવી હોવાથી, તેનં ચેકિંગ કરવામાં આવ્યું
હતં. પશ્ચિમના 7-8-9 વોર્ડમાં સોમવારે ઇવીએમનું ચેકિંગ હાથ ધરાશે. આ ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારી
પૂજા બાવડાએ પણ ચૂંટણી સંબંધે પોતાના સ્ટાફ સાથે શુક્રવારે સાંજે મિટિંગ યોજી હતી અને
ચૂંટણીલક્ષી કામગીરીની તૈયારી, સમીક્ષા કરી હતી. બીજી તરફ ચૂંટણીશાખાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન મથકોની યાદી તૈયાર થઈ રહી છે. આ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ યાદી ફાઇનલ થઈ ગયા પછી સોમવાર સાંજ સુધીમાં ગાંધીનગર દરખાસ્ત કરાઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ