સોલાર પાવરની સબસિડી ખેંચાઈ જતાં ખેડૂતોની કફોડી સ્થિતિ

ફેન્સિંગ, લેવલિંગ ને થાંભલા ઊભા કરવાનો ખર્ચ માથે પડશે: જમીન ગીરો મૂકીને લોન લેનારાઓ ભેરવાઈ ગયા

સોલાર પાવર પર આપવામાં આવતી સબસિડી પાછી ખેંચાઈ જતાં ખેડૂતોને સબસિડી નહિ મળે તે ઉપરાંત તેમને સોલારના પ્રોજેક્ટ નાખવા માટે જમીન એન.એ. - નોન એગ્રીકલ્ચર કરાવવા માટે કરેલો ખર્ચ પણ માથે પડયો છે.
સરકારે અડધા મેગાવોટથી માંડીને 4 મેગાવોટ વીજળીના પ્રોજેક્ટ
નાખનારાઓને રૂા. 35 લાખની કેપિટલ સબસિડી આપવાની જાહેરાત કરી હતી. તેમ જ સાત ટકાની ઇન્ટરેસ્ટ સબસિડી આપવાની જાહેરાત કરી હતી. સોલાર પાવરથી 30 ગીગાવોટ વીજળી પેદા કરવાના ગુજરાત સરકારના આયોજન પર પણ તેને લીધે મોટો ફટકો પડશે.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના મોટા ખેડૂતોએ અંતરિયાળ વિસ્તારમાં જમીન લઈન ેતેને એન.એ.-નોન એગ્રીકલ્ચર કરાવવાના ચાર્જ ચૂકવી દીધા છે. અમદાવાદના ઘણાં લોકોએ
સુરેન્દ્રનગરમાં રોકાણ કર્યું છે. દરેક જિલ્લા અને વિસ્તારમાં એન.એ.ના ચાર્જ અલગ અલગ જ હોય છે.
કેટલાક ખેડૂતોએ પોતાની જમીન વાપરવાને બદલે અંતરિયાળ વિસ્તારમાં નવી જમીન ખરીદીને મોટું રોકાણ
કર્યું છે. આ માટે તેમણે બેન્કમાં લોન પણ મંજૂર કરાવી છે. હવે સબસિડી રદ થઈ જતાં બેન્કોએ પણ તેમના પ્રોજેક્ટની વાયેબિલીટી અંગે શંકા વ્યક્ત કરી છે. તેથી તેમની લોન હોલ્ડ પર રાખી દેવાના કિસ્સા પણ બનીરહ્યા છે.
ખેડૂતોએ સોલાર પ્રોજેક્ટ માટે ઊબડખાબડ જમીનને સપાટ કરાવીને એટલે કે લેવલિંગ કરાવીને મોટો ખર્ચ કર્યો છે. સરાકરની સબસિડી ખેંચાઈ જતાં આ ખર્ચ પણ માથે પડયો છે. આ સાથે જ જમીનને ફેન્સિંગ
કરાવવા પણ ખાસ્સો ખર્ચ કર્યો છે.
આ જ રીતે તેમના સોલાર પાવર પ્લાન્ટથી સરકારના સબસ્ટેસન સુધી ગ્રીડમાં વીજળી ઇન્જેક્ટ કરવા માટે મોટો ખર્ચ કરીને થાંભલા નખાવ્યા છે. આ ખર્ચ પણ હવે તેમને માથે
પડવાની સંભાવના છે. આ ખર્ચને કનેક્ટીવીટી ચાર્જ તરીકે ઓળખાવવામાં આવે છે.
વિદેશથી સોલાર પેનલ ખરીદવા માટેના ઓર્ડર પણ મૂકી દીધા છે. તેમને ઓર્ડરના પૈસા ચૂકવવાના માથે છે ત્યારે જ સરકારે સબસિડી
પાછી ખેંચી લઈને ખેડૂતોને મોટો અન્યાય કર્યો છે. આ જ રીતે 1થી 4 મેગાવોટ વીજળીને સ્ટોર કરી શકે તેવા ઇન્વર્ટર્સના ઓર્ડર પણ તેમણે પ્લેસ કરી દીધા છે. આ બધાં ખર્ચ તેમને માથે પડવાની દહેશતથી ખેડૂત અને સોલાર પ્રોજેક્ટ નાખનારાઓની હતાશામાં વધારો થયો છે.

રિલેટેડ ન્યૂઝ